તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મામલતદારની ફડાકાવાળી:વાગરામાં સેનેટાઈઝર અને માસ્કની તપાસ માટે નીકળેલા મામલતદારે વેપારીને ફડાકો ઝીંકી ગાળો કાઢી, વીડિયો વાઈરલ

ભરૂચ7 દિવસ પહેલા
 • વેપારીએ માસ્ક પહેર્યું હોવા છતા લાફો ઝીંકી દેતા વેપારીઓમાં રોષ

ભરૂચના વાગરામાં નિર્દોષ વેપારી પર ફડાકાવાળી કરનાર મામલતદારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. સરકારી આદેશ બાદ માસ્ક અને સોશિયલ ડીસ્ટંસના અમલ માટે નીકળેલા મામલતદારે એક વેપારીને તપાસ દરમિયાન ફડાકો ઝીંકી ગાળો કાઢતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલતદારની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

શહેરની બજારમાં ચેકીંગ માટે નીકળ્યા હતા
જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું, સરકારી આદેશ બાદ મામલતદાર રણજીત મકવાણા શહેરની બજારમાં ચેકીંગ માટે નીકળ્યા હતા. વાઈરલ વીડિયોમાં મામલતદાર એક વેપારીને સેનેટાઈઝર બાબતે સવાલ કરતા નજરે પડી રહ્યા છે. મામલતદારે સેનેટાઈઝર બાબતે પૂછતા વેપારીએ સેનેટાઈઝરની બોટલ આપી હતી. કેટલા ગ્રાહકોને ઉપયોગ કરવા આપ્યું તે અંગે સવાલ કરતા વેપારીએ કહ્યું કે, આ ગ્રાહક માટે નહીં મારા માટે છે. આ જવાબ આપી વેપારીએ જાણે મોટો ગુનો કરી નાખ્યો હોય તેમ મામલતદારે તેને એક ફડાકો ઝીંકી દીધો હતો અને બાદમાં ગાળો પણ કાઢી હતી.

વેપારીઓમાં પણ રોષ ફેલાયો
વાઈરલ વીડિયો બાદ મામલતદારની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. કારણ કે, જો વેપારીએ કોઈ નિયમોનો ભંગ કર્યો હોયો તો મામલતદાર તેને દંડ કરી શકતા હતા. પરંતુ, ફડાકાવાળી કરી ગાળો કાઢતા અન્ય વેપારીઓમાં પણ રોષ ફેલાયો છે.

વેપારીએ બે કલાકમાં જ યૂ-ટર્ન લીધો
પોતાની દુકાન પર ચેકીંગ માટે આવેલા મામલતદારે પોતાને ફડાકો માર્યાનો આક્ષેપ કરનાર વેપારી ઓમપ્રકાશે બે કલાકના ગાળામાં જ યૂ-ટર્ન લીધો હતો. અને કહ્યું હતું કે, પોતાને ફડાકો મારનાર મામલતદાર નહીં પણ અન્ય કોઈ વ્યકિત હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો