દરોડા:આમોદની મામલતદાર કચેરીમાં એસીબીની રેડ, 10 હજારની લાંચ લેતા મામલતદાર અને નાયબ મામલતદાર પકડાયા

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આમોદ શહેર ભાજપના હોદ્દેદાર કમલેશ બાંડીએ ફરિયાદ કરી હતી
  • મામલતદાર ડૉ.જે ડી પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયાની એસીબીએ ધરપકડ કરી

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના મામલતદાર અને નાયબ મામલતદારે ફરિયાદીના કામ પતાવવા માટે રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરતા ફરિયાદીએ એસીબીમાં ફરીયાદ કરી હતી. એસીબીની ટીમે છટકું ગોઠવી લાંચીયા મામલતદાર અને નાયબ મામલતદારને ઝડપી પાડવામાં આવતા મામલતદાર ભાગી જવામાં સફળ રહ્યા હતા, જયારે નાયબ મામલતદાર એસીબીના સકંજામા આવી ગયા છે.

અધિકારીઓને ઝડપી પાડવા છટકું ગોઢવાયું
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા પંથકની મામલતદાર કચેરીમાં ફરિયાદી કમલેશ બાંડીએ પોતાનું કામ કરાવા માટે ગયા હતા. તે દરમ્યાન કામની પતાવટ સામે મામલતદાર અને નાયબ મામલતદારે વહીવટની વાત કરી હતી અને 10 હજાર રૂપિયા આપવાનું નક્કી થતા જ ફરિયાદી એ વડોદરા એસીબીમાં ફરીયાદ કરતા એસીબીની ટીમે લાંચીયા અધિકારીઓને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું.

ઉચ્ચઅધિકારીઓ જ લાંચના પ્રકરણમાં આરોપી
ફરિયાદી લાંચની રકમ આપવા જતા નાયબ મામલતદાર ચિરાગ ડોડીયા ઝડપાઈ ગયા હતા. જયારે એસીબીની રેડ હોવાની ગંધ મામલતદાર ડૉ.જે ડી પટેલને થતા તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે એસીબીની ટીમે ફરાર મામલતદારની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જયારે ઝડપાયેલા નાયબ મામલતદારની કડક પૂછપરછ કરી રિમાન્ડની તજવીજ હાથધરી છે. મામલતદાર કચેરીમાં ઉચ્ચઅધિકારીઓ જ લાંચના પ્રકરણમાં આરોપી બની જતા અન્ય કર્મચારીઓમાં પણ કુતુહલ સર્જાયું હતું. એસીબીની રેડના પગલે કચેરીમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...