તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુપ્લીકેટ કારખાનું:અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માંથી ડુપ્લિકેટ પતરા બનાવતુ કારખાનું ઝડપાયું, રૂપિયા 1.20 લાખથી વધુનો પતરાનો જથ્થો મળ્યો

ભરૂચ18 દિવસ પહેલા
 • મુંબઈની જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લિમિટેડના માર્કા લગાવી પતરાનું ડુપ્લિકેશન કરાતુ
 • જી.આઈ.ડી.સી.પોલીસે રૂપિયા 2.70 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સદાનંદ હોટલની બાજુમાં આવેલ ઇંડોકેમ કમ્પાઉન્ડમાં ડુપ્લિકેટ પતરા બનાવતુ કારખાનું ઝડપી પાડી રૂપિયા 2.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

મુંબઈની જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લિમિટેડના ડુપ્લિકેટ પતરા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સદાનંદ હોટલની બાજુમાં આવેલ ઇંડોકેમ કમ્પાઉન્ડમાં બનાવવામાં આવી રહ્યાં છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર મંગલ ઉર્બાદત્ત પાંડેએ બાતમી વાળી જગ્યાએ દરોડા પાડ્યા હતા. જ્યાં જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લિમિટેડના ડુપ્લિકેટ માર્કા લગાડી વેચાતા પતરા મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 1.20 લાખથી વધુનો પતરાનો જથ્થો અને મશીન મળી કુલ રૂપિયા 2.70 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સુરતના અમરોલી રોડ ઉપર આવેલ સાંઈ રેસિડેન્સીમાં રહેતા સુરેશ વાછાણીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો