બિસ્માર રસ્તાથી હાલાકી:ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગ ખખડધજ બન્યો, સ્થાનિકોએ આક્રોશ સાથે રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કરી

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાડામાં શોધવો પડતો રસ્તાને લઈ વેજલપુરના સ્થાનિકોમાં જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ
  • માર્ગોના ખાડાઓ પુરી સ્થાનિકો અને વાહનચાલકોને રાહત આપવા માંગ

ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગો ઉપર દર ચોમાસામાં ખાડાઓ પડી જાય છે. આ વખતે પણ ખાડાઓ પડ્યા હતા. જોકે, પાલિકાએ આ ખાડા પુર્યા બાદ હતી એ જ સ્થિતિ જોવા મળી રહી છે. જેથી તંત્ર અને પાલિકા વિશેષ ધ્યાન આપે તેવી લાગણી સાથે સ્થાનિકોએ રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કરી છે.
ખાડાઓના વાહન ચાલકોને પડી રહી છે હાલાકી
ભરૂચ વેજલપુરના સ્થાનિકોએ પાલિકા તંત્ર અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ખાડામાં ગયેલા માર્ગોને લઈ આક્રોશ ઠાલવ્યો છે. તેઓએ બિસ્માર રસ્તાને લઈ તેનું સમારકામ કરવાની માગ સાથે રજૂઆત કરી છે. માર્ગો ઉપર ખાડા વચ્ચે રસ્તો શોધવો પડે તેવી હાલત અંગે આક્રોશ વ્યક્ત કરી વેજલપુરમાં પાલિકા તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ધ્યાન આપે તેવી ટકોર પણ કરાઈ છે. ખાડે ગયેલા રસ્તાના કારણે વાહનોને નુકસાની સાથે સ્થાનિકોને હાલાકી સહન કરવી પડતી હોય લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...