જંબુસર નગરમાં એસ.ટી. ડેપો અને મુખ્ય વિસ્તારમાં નગર પાલિકા તેમજ સિટી સર્વે કચેરી દ્વારા મિલકતોની માપણી શરૂ કરાઇ છે. સર્વે કામગીરી પુરી થયા બાદ દબાણકર્તાઓને 7 દિવસની મહેતલ આપી પાલિકા દબાણો ઉપર બુલડોઝર ફેરવશે.
જંબુસર નગરપાલિકા તેમજ સીટી સર્વે કચેરી દ્વારા શહેરમાં માપણી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવતા મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં આડેધડ દબાણ કરનારમાં હાલ દોડધામ મચી ગઇ છે. જંબુસરના અણખી ભાગોળથી તળાવપુરા વિસ્તાર તેમજ જંબુસર એસટી ડેપો વિસ્તારથી કોટ બારણાં વિસ્તારમા હાલ પાલિકા અને સિટી સર્વે કચેરીની ટીમો સર્વે કરી રહી છે. માપણી કર્યા પછી નગરપાલિકા દબાણ કર્તાઓને 7 દિવસની મુદ્દત દબાણ હટાવવા માટે આપશે. જો દબાણ કરતા પોતાની મરજીથી દબાણ નહિ હટાવે તો જંબુસર નગરપાલિકા દબાણકર્તાઓના ખર્ચે અને જોખમે દબાણ દૂર કરશે. જંબુસરમા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.