પિકઅપ વાન પલટી ગઇ:મધ્યપ્રદેશના શ્રમિકોની પિકઅપ વાનને વાલિયાના ચમારિયા ગામ નજીક અકસ્માત નડ્યો, 15થી વધુ લોકોને ઇજાગ્રસ્ત

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિક અપ વાન ચાલક સહિત નવ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
  • જ્યારે આઠ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી

વાલીયા નેત્રંગ રોડ ઉપર ચમારિયા ગામના પાટિયા નજીક માર્ગ પર જાનવર આવી જતાં પિકઅપ વાન વૃક્ષને અથડાયા બાદ પલટી જતા મધ્યપ્રદેશના 9 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

મધ્યપ્રદેશના નેવાલી તાલુકાના જામનીયા ગામના રોવિન સોનારિયા બોલડે અન્ય 17થી વધુ શ્રમિકો સાથે મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર(MP-10.G-3141)માં સવાર થઈ મધ્યપ્રદેશથી જંબુસર ખાતે ઈટોના ભઠ્ઠા પર જઈ રહ્યા હતા, જે દરમીયાન વાલીયા-નેત્રંગ રોડ ઉપર આવેલા ચમારિયા ગામના પાટિયા પાસે માર્ગ ઉપર જાનવર આવી જતા તેને બચાવવા જતાં પિકઅપ વાન ઝાડ સાથે અથડાયા બાદ માર્ગ પર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમા 15થી વધુ લોકોને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે પ્રથમ વાલીયા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં 9 લોકોની હાલત ગંભીર જણાતા તેઓને 108 મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અક્સ્માત અંગે વાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એમપીથી શ્રમિકો જંબુસર જઇ રહ્યા હતા‎‎
મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના નેવાલી, જામનીયા અને ગોવાળી‎ ગામના ઇટ્ટો પાડવાનું કામ કરતા મજૂરો ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે‎ મહિન્દ્રા પીક અપમાં બેસીને 17 જેટલા આવતા હતા. જેને ચમારીયા ગામના પાટીયા નજીક આકસ્મિક એક પશુ રસ્તા ઉપર દોડી આવતા‎તેનાથી બચવા જતા રોડની સાઈડે પીક અપ ઉતારતા સામે આવી ગયેલા‎ વૃક્ષ સાથે ધડાકા સાથે અથડાતા પલ્ટી મારી જતા બધા મજૂરો ફંગોળાયા‎ જતાઈજાગ્રસ્ત થયા હતા.‎

ઈજાગ્રસ્તોની યાદી‎
રોવીલ સોનારીયા બોલડે સુનિલ‎, ગિલદાર ચૌહાણ મોહબાઈ નરેશ‎, આર્ય સંગીતાબેન રવિદાસ બોલડે‎, ગોવિલ રોવીલ બોલડે કાવીબેન‎, ભાઈદાસ ચૌહાણ હરિસિંગ‎,આપસીન બરડે નરેશ લાલસિંગ‎ આર્યનો સમાવેશ થાય છે.‎

ગાડી પલટી જતા‎ અમે ગભરાયા‎
અમે અમારા વતનથી ભરૂચ‎ જિલ્લાના જંબુસર તાલુકામાં જતા‎ હતા જીપમાં વાતો કરતા કરતા‎ આવતા હતા ત્યારે અચાનક‎ અમારી ગાડીની આગળ ભેંસ‎ આવી જતા અકસ્માતથી બચવા‎ ડ્રાઇવરે રોડની નીચે ઉતારતા ઝાડ‎ સાથે અથડાય હતી ત્યાર બાદ‎ પલ્ટી મારતા અમે બધા ગભરાય‎ ગયા હતા જેમાં‎ કુદરતે અમને બધાને બચાવી લીધા‎ એમનો અમારી ઉપર ખૂબ ઉપકાર છે અને આજુબાજુથી લોકોએ દોડી‎આવી અમને મદદ કરી હતી. -‎ કાવીબેન ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...