કાર્યવાહી:પોલીસને અપશબ્દો ઉચ્ચારતો વીડિયો બનાવ્યો, બાદમાં માફી માંગવા લાગ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં મહાદેવ નગર ખાતે રહેતી પ્રજ્ઞા મિસ્ત્રી દારૂનો વેપલો કરતી હતી. પોલીસે તેને હાલમાં જ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. જ્યારે બુટલેગર પુત્ર ધ્રુવ પટેલ બે ગુનામાં વોન્ટેડ હતો. બુટલેગર માતા પકડાતા બુટલેગર પુત્ર ધ્રુવ સમસમી ઉઠ્યો હતો. અને પોલીસ ઉપર પોતાની દાઝ કાઢવા ચાલુ કારમાં પોલીસને અપશબ્દો ઉચ્ચારતો વિડીયો બનાવ્યો હતો.ભાન ભૂલેલા આ બુટલેગરની શાન ઠેકાણે લાવવા સી ડિવિઝન પી.આઈ. ઉનડકટ અને સ્ટાફે વોન્ટેડ ધ્રુવને રાઉન્ડ અપ કરી લીધો હતો.

પોલીસ સ્ટેશનમાં લાવતા જ આ બુટલેગર નવાબી ઠાઠ માંથી સીધો ફકીરી અવસ્થામાં જોવા મળ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ઘુંટણીયે પડી ધ્રુવ પટેલે વારંવાર હાથ જોડી રડતા રડતા પોલીસની માફી માંગી હતી. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. પોલીસે તેને આખરે માફી આપી હતી. સાથે જ બે ગુનામાં વોન્ટેડ બદલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...