માવઠાની અસર:ભરૂચમાં 3 અને 4 ડિસેમ્બરે યોજાનાર LRD અને PSIની શારિરિક પરિક્ષા મોકૂફ, પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત ગ્રાઉન્ડમાં પાણી ભરાતા નિર્ણય લેવાયો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સતત 2 દિવસથી કમોસમી વરસાદના પગલે પરીક્ષા હાલ પુરતી મોકૂફ રખાઈ
  • પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે

ભરૂચમાં તારીખ 3 અને 4 ડિસેમ્બરના રોજ પોલીસ વિભાગમાં LRD અને PSIની શારીરિક કસોટીની ભરતી પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં હાલ સતત 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી આ પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. જોકે, હવે આ પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવા ભરૂચ પોલીસે જણાવ્યું હતું.

ગુજરાતમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ભરતીઓ થવા જઈ રહી છે. જેને અનુલક્ષીને પરીક્ષાઓમાં ભાગ લેનારા ઉમેદવારો દિવસ-રાત પરસેવો પાડીને પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે. જોકે, ભરૂચમાં LRD અને PSIની શારીરિક કસોટીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ભરૂચમાં તા. 3 અને 4 ડિસેમ્બરના રોજ ભરતી પરીક્ષા યોજાવાની હતી, જે સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે.

ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ માવઠાના કારણે ભરૂચ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે પોલીસ ભરતીમાં લેવાતી શારીરિક કસોટીની પરીક્ષામાં ઉમેદવારોને ઘણી તકલીફ પડી શકે છે, જેથી હાલ પૂરતી આ પરીક્ષાને મોકુફ રાખવામાં આવી હોવાનું પોલીસ વિભાગ દ્વારા જણાવ્યું છે. જોકે, હવે શારિરીક કસોટીની પરીક્ષા માટેની નવી તારીખ બહાર પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...