ભરૂચ-દહેજ માર્ગ ઉપર વેસદડા ગામ નજીક એલપીજી ગેસ ભરેલા ટેન્કરની કેબીનમાં આજે બુધવારે બપોરે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઇ હતી. બુધવારે બપોરે ભરૂચ દહેજ માર્ગ ઉપર મોટી હોનારત સર્જાતા ટળી ગઈ હતી. લિકવિડ પેટ્રોલિયમ ગેસ ભરેલું ટેન્કર વેસદડા ગામ નજીકથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક ટેન્કરની કેબીનમાં આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવરે સમય સુચકતા વાપરી તાત્કાલિક ટેન્કર ઉભું રાખી દીધું હતું.
બનાવ અંગે તુરંત ફાયર વિભાગને કોલ અપાયો હતો. જો કે કેબિનની આગ આ દરમિયાન નજીકમાં ખેતરોમાં પ્રસરી ગઈ હતી. તંત્રે તાત્કાલિક એક્શનમાં આવી ભરૂચ-દહેજ એક તરફનો માર્ગ બંધ કરાવી દીધો હતો. જે વેળા ભરૂચ નગર પાલિકા, જીએનએફસી અને દહેજના ફાયર ફાઈટરો એ સ્થળ પર પહોંચી કેબીનમાં લાગેલી આગને ટેન્કર સુધી પ્રસરતા અટકાવવા પાણીનો મારો ચલાવવાનો શરૂ કરી દીધો હતો. આગને બુઝાવી દેવાતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. અને એલપીજી ભરેલું ટેન્કર આગની ચપેટમાં આવતા બચાવી લેવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.