તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોનાના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહી નીકળે, ભરૂચ જીલ્લામાં નીકળતી રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જીલ્લામાં પાંચ સ્થળોએ રથયાત્રા નીકળે છે

આ વર્ષે ભરૂચ જીલ્લામાં નીકળતી રથયાત્રાઓ નહીં કાઢવા આદેશ કરવામાં આવ્યો છે. ભરૂચ જીલ્લામાં પાંચ સ્થળોએ રથયાત્રા નીકળે છે જેમાં ભરૂચના ફૂર્જા બંદર, આશ્રય સોસાયટી, કસક, અંકલેશ્વર તથા આમોદનો સમાવેશ થાય છે. જોકે આ વખતે આ પાંચેય સ્થળોએ રથયાત્રા કાઢવામાં નહીં આવે. કોરોનાની મહામારી વચ્ચે ભગવાનની રથયાત્રા માતર મંદિર પરિસરમાં જ ફેરવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જીલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર મંદિરના પરિસરમાં જ આ રથયાત્રા કાઢવામાં આવશે અને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવનું રહેશે. વિવિધ મંદિરો ખાતે રથયાત્રા માટેની તૈયારીઓ ચાલી રહી હતી દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાતા આયોજકોમાં પણ થોડી નિરાશા જોવા મળી હતી જો કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાજ રથયાત્રા કાઢવાના આદેશને તેઓએ સ્વીકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...