તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દક્ષિણ આફ્રિકામાં લૂંટફાટ:ભરૂચમાંથી રોજગારી માટે ગયેલા લોકોની દુકાનો-મોલમાં નિગ્રોની તોડફોડ; સ્થાયી થયેલા લોકોના પરિવારો ચિંતાતુર

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચવાસીના સ્ટોરમાં થયેલી લૂંટફાટની તસવીર. - Divya Bhaskar
ભરૂચવાસીના સ્ટોરમાં થયેલી લૂંટફાટની તસવીર.
  • સોશિયલ મીડિયા પર અહેવાલ મળતાં સ્વજનોનો સંપર્ક કરી પરિવારજનોએ ખબરઅંતર પૂછ્યા

ભરૂચ જિલ્લામાંથી રોજગારી માટે હજારો યુવાનો સાઉથ આફ્રિકા ખાતે સ્થાયી થયાં છે. ત્યારે છેલ્લાં ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં નિગ્રો પ્રજાતિના લોકો દ્વારા આતંક મચાવાઇ રહ્યો છેે. દુકાનો-મોલમાં લૂંટફાટ ચલાવવા સાથે તોડફોડ કરી નુકસાન કરાઇ રહ્યું છે, જેમાં સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલાં ભરૂચના લોકોના પરિવારોમાં ચિંતાના વાદળો છવાયાં છે. ભરૂચમાં રહેતાં પરિવારજનો પોતાનાં સ્વજનોને સતત ફોન કરી તેમના ખબરઅંતર પૂછી રાહત અનુભવી રહ્યાં છે.

ત્રણેક દિવસથી ભરૂચવાસીઓ મુશ્કેલીમાં
ભરૂચ જિલ્લામાંથી 65થી વધુ ગામના પરિવારો વિદેશોમાં રોજગારી માટે સ્થાયી થયાં છે. સાઉથ આફ્રિકાના વિવિધ શહેરોમાં ભરૂચ, કંથારીયા, વોરાસમની સહિતના આસપાસના મુસ્લિમ બાહુલ ગામોના હજારો પરિવારો સ્થાયી થયાં છે. મોટા ભાગના ગુજરાતી પરિવારો દુકાનો અને ગોડાઉનો ધરાવે છે. જોકે, છેલ્લાં ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલાં ભરૂચના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે. નિગ્રો પ્રજાતિના લોકો દ્વારા ત્રણ દિવસથી હિંસક વાતાવરણ સર્જી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે.

આગાઉ પણ કેટલીક હત્યાઓ થઈ હતી
ભારત, શ્રીલંકા, પાકિસ્તાની સહિતના એશિયાયી મુળના લોકોની દુકાનોમાં તોડફોડ કરાઇ રહી છે. ભરૂચમાંથી સાઉથ આફ્રિકા ગયેલાં લોકોના ભરૂચમાં રહેતાં પરિવારજનો હાલમાં ઘટનાને પગલેે ચિંતાતુર બન્યાં છે. અને સતત પોતાના સ્વજનોને ફોન કરી તેના ખબર અંતર પુછી રહ્યાં છે. સાઉથ આફ્રિકામાં છાસવારે લૂંટના ઇરાદે થતાં હૂમલામાં ભરૂચના સેંકડો લોકોની ભુતકાળમાં હત્યા થઇ છે. ત્યારે હાલમાં સર્જાયેલી હિંસામાં ત્યાં રહેતાં લોકોની સુરક્ષાને લઇને લોકો ચિંતીત બન્યાં છે.

એશિયન લોકોને વધુ ટાર્ગેટ કરાઇ રહ્યા છે
રોજગારી અર્થે ભરૂચ સહિત ભારતના વિવિધ રાજ્યના તેમજ અન્ય એશિયાયી દેશોના લોકો સ્થાયી થયાં છે. જોકે, સાઉથ આફ્રિકામાં છાસવારે લૂંટના ઇરાદે નિગ્રો લોકોના હુમલામાં ભરૂચ જિલ્લાના 50થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે. ત્યારે હાલમાં સર્જાયેલી હિંસામાં પણ એશિયાના લોકોની મિલકતોને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવા મળી રહ્યું છે.

લૂંટફાટ થવાનું કારણ શું?
દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા જેલમાં ધકેલવાને કારણે દેશના બે પ્રાંતના ગૌટેંગ અને ક્વાઝુલુ-નાતાલ પ્રાંતોમાં હિંસામાં ફાટી નિકળી છે. જેમાં અત્યાર સુધીમાં 72 લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જોકે, હિંસાને રોકવા માટે સૈન્યને પણ ઉતારવામાં આવી હોવાનું જણાવા મળ્યું છે.

પાંચ વર્ષ પહેલાં પણ સાઉથ આફ્રિકાના ગીયાની શહેરમાં વંશીય હિંસા થઈ હતી
ભરૂચ જિલ્લામાંથી અનેક પરિવારો વિદેશોમાં રોજગારી માટે સ્થાયી થયાં છે. સાઉથ આફ્રિકાના ગીયાની શહેરમાં ભરૂચ, કંથારીયા, વોરાસમની તથા આસપાસના ગામોના 125થી વધારે પરિવારો સ્થાયી થયાં છે. મોટાભાગના ગુજરાતી પરિવારો ગીયાનીમાં દુકાનો અને ગોડાઉનો ધરાવે છે. ત્યારે પાંચ વર્ષ પહેલાં એક ગુજરાતી વેપારીને ત્યાં લૂંટ કરવા આવેલાં લૂંટારૂઓ સાથે ઝપાઝપી થતાં એક લૂંટારૂનું મોત થયું હતું. સ્થાનિક નિગ્રોના મોત બાદ આખા શહેરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી.