હાંસોટના ઇલાવ ગામે તસ્કરો ત્રાટકયા:વેપારીના મકાનમાં ઘૂસી સોનાના દાગીના અને રોકડ લૂંટ, પોલીસે નાકાબંધી કરી 6 લૂંટારૂને ઝડપ્યા

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાસોટ તાલુકાના ઇલાવ ગામે રહેતા અને વેપાર કરી જીવન નિર્વાહ કરતા વેપારી લાડુમલ શાહ અને તેઓના પત્ની ગત રાતે સુતા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો તેઓના મકાનના પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને વેપારીને માર માર્યો હતો આ બાદ ઘરમાં રહેલ સોનાની ચેન,સોનાની બુટ્ટી તેમજ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા આ અંગે વેપારીના પુત્ર વિજય શાહ અને મહાવીર શાહ અંકલેશ્વર ખાતે રહેતા હોય તેઓને જાણ કરાતા તેઓ રાત્રિના સમયે અંકલેશ્વરથી ઇલાવ આવી રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં ઇકો કારમાં કેટલાક લોકોની હિલચાલ જણાઈ આવી હતી આથી તેઓએ હાંસોટ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તાત્કાલિક હાંસોટ ખાતે નાકાબંધી કરી અને બાતમી વાળી ઇકો કારને રોકી તેમાં તપાસ કરતા છ ઈસમો મળી આવ્યા હતા પોલીસે તેઓની તલાસી કરતા તેઓ પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે 6 ઇસમોને અટકાયત કરી તેઓ અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...