• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Locals Receive Phone Calls And Messages From Abroad In Bharuch Elephant Sanctuary, Offers And Threats To Buy A House For Rs 1 Crore

ફરી અશાંતધારાની આગ ભડકી:ભરૂચના હાથીખાનામાં સ્થાનિકને વિદેશથી ફોન અને મેસેજ આવ્યો, 1 કરોડમાં મકાન ખરીદવાની ઓફરો અને ધમકીઓ અપાઈ

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંદુઓએ પોતાના મકાનો સાથે મંદિરો પણ વેચવાના છે તેવા બેનરો લગાવવામાં આવ્યાં
  • આ વિસ્તારમાં મકાનોની કિંમત 5 થી 10 લાખ કોઈ આપવા તૈયાર નથી ત્યાં 1 કરોડમાં મકાન વેચવાની ઓફરો આવતા અનેક તર્ક વિતર્ક

ભરૂચના હાથીખાના બજારના રહિશોને વિદેશથી ફોન કરી તેમના મકાન બમણી કિમતે ખરીદવાનું જણાવવામાં આવતાં મામલો ગરમાયો છે. ઘટનાને પગલે સ્થાનિકોએ વિદેશથી ફોન કરનાર શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ શહેરના હાથીખાના બજારના બહાદુર બુરજ વિસ્તારના રહિશોએ એક મહિના પહેલાં તેમના વિસ્તારમાં અશાંતધારાના નિયમોનું પાલન થતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત તેમણે તેમના ઘરો તેમજ મંદિરો પર આ હિન્દુનું ઘર-મંદિર છે વેચવાનું છે તેવા પોસ્ટરો લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ કલેક્ટર સહિત વિવિધ વિભાગોમાં લેખિત અરજીઓ પણ કરી હતી. જોકે, હજી સુધી તેમની અરજી પર કોઇ કાર્યવાહી થઇ નથી દરમિયાનમાં ગઇકાલે બપોરના સમયે બહાદુર બુરજ વિસ્તારમાં રહેતાં ગૌરાંગ રાણા તેમજ અન્ય લોકોના મોબાઇલ પર વિદેશથી સોશિયલ મિડીયા પર ફોન અને મેસેજ આવ્યાં હતાં.

મેસેજ કરનાર શખ્સે તેમને તેમના મકાન વેચવા હોય તો બમણાં રૂપિયા આપીશ, આખા ફળિયાના લોકો તૈયાર થાય તો આખુ ફળિયું ખરીદી લઇશું,તેવા મેસેજ મોકલ્યાં હતાં. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ સમગ્ર મામલાને લઇને સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ આપવાની કવાયત હાથ ધરી છે.

5થી 10 લાખના મકાનની 1 કરોડની ઓફર
વિદેશથી ફોન કરનાર શખ્સ દ્વારા મકાનનો મોં માંગી કિંમત આપવાનું જણાય્ું હતું. ઉપરાંત એક મહિના પહેલાં સ્થાનિકોએ લગાવેલાં બેનરોના સમાચારોની લિંક તેમને મોકલી તમારું મકાન વેચવાનું હોય તો હું ખરીદીશ તેમ જણાવ્યું હતું. માત્ર 5થી 10 લાખની કિંમતના મકાનો માટે ફોન-મેસેજ કરનાર શખ્સે 1 કરોડ આપવાનું પણ જણાવ્યું હતું.

અમારા વિસ્તારના 4થી વધુ લોકોને ફોન આવ્યાં છે
ગઇકાલે અમારા વિસ્તારના 4થી વધુ લોકોના મોબાઇલ પર વિદેશથી ફોન અને મેસેજ આવ્યાં છે. જેમાં ફોન-મેસેજ કરનારાઓએ અમને અમારા મકાન ખાલી કરી દેવા અને મકાનની બમણી રકમ આપવાનું જણાવ્યું હતું. મેસેજ કરનારને તેમનું નામ પુછતાં તમારે નામનું શું કરવું છે, રૂપિયાથી મતલબ રાખો તેમ જણાવ્યું હતું. જેના પગલે અમે હાલમાં ફોન નંબરના આધારે શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કવાયત હાથ ધરી છે.> ગૌરાંગ રાણા,સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...