તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભરૂચના લલ્લુભાઇ ચકલાથી જુનાબજાર સુધી નાખવામાં આવતી પાણીની પાઇપલાઇનને લઇ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • મુખ્ય રોડ પર ઉભા રહી સ્થાનિકોએ શાંતિપૂર્ણ વિરોધ કર્યો

જુના ભરૂચમાં લલ્લુભાઈ ચકલાથી જુનાબજાર વિસ્તાર સુધી નાખવામાં આવતી પાણીની પાઇપલાઇનનો લલ્લુભાઈ ચકલા વિસ્તારના તથા આજુબાજુના રહીશો દ્વારા મુખ્ય રોડ પર ઉભા રહી શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો અને પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.

જુના ભરૂચમાં ચુનારવાડ વિસ્તારમાં કેટલાક સમયથી પાણીની સમસ્યા હતી, જેના પગલે નગર પાલિકા દ્વારા લલ્લુભાઇ ચકલાની મુખ્ય લાઈનમાંથી પાણીની પાઇપલાઇન ખેંચવામાં આવી રહી છે.

ચકલા વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર, લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આમેય પાણી ધીમું આવે છે અને જો વધારામાં જૂના બજાર વિસ્તાર સુધી પાણીની નવી પાઇપ લાઇન ખેંચવામાં આવે તો ચકલા વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય શકે છે અને રહીશોના મકાનમાં આવતા પાણી પૂર્વથાનો ફોર્સ ઘટી જવાના આથવા પાણી નહીં મળવાની સંભાવનાઓને પગલે સ્થાનિકોએ તંત્ર દ્વારા ચાલતી પાઈપલાઈન નાખવાની કામગીરીને અટકાવી દઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...