તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી નજીક રેલવે ગરનાળામાં ભરાયું વરસાદી પાણી, સ્થાનિકોને હાલાકી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયા જીઆઇડીસીને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ જતા રાહદારીઓ પરેશાન

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામ નજીક આવેલ ઝઘડિયા જીઆઇડીસીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

પહેલા જ વરસાદે પાણી ભરાઈ જતાં તળાવ જેવી સ્થિતિ

ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામ નજીક ગુજરાત બોરોસીલ કંપની સામે ઝઘડીયા જીઆઇડીસી તેમજ કપલસાડી અને ફુલવાડી ગામને જોડતું રેલવે ગરનાળુ આવેલુ છે. આ ગળનાળામાંથી જીઆઈડીસીમાં કામ અર્થે જતા કામદારો તેમજ કપલસાડી અને ફુલવાડી ગામના લોકો રોજ અવરજવર કરે છે. ત્યારે પહેલા જ વરસાદે પાણી ભરાઈ જતાં અહી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો સાથે જ રોડ પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે. જેથી રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

ઝઘડીયાની જીઆઈડીસીમાં કામ કરવા માટે હજારો લોકો અંકલેશ્વર, ભરૂચ, ઝઘડીયા તેમજ દૂર દૂરથી આવે છે. જે લોકો વધુ પડતા કપલસાડીના રસ્તાથી પસાર થાય છે. આ રેલવે ગળનારામાં દર વર્ષે પહેલા જ વરસાદે પાણી ભરાવાના કારણે તળાવ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેથી લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે હવે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...