જાગતે રહો:ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી સ્થાનિકો રાતે ચોકીદાર બનવા મજબૂર

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હથિયારો લઈને ચોરીની ઘટનાને અંજામ આપવા આવતા તસ્કરોને પગલે સ્થાનિકોમાં ભય
  • અવાર નવાર ચોરીની ઘટના બનતી હોવાની બૂમો ઉઠી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી હથિયારો સાથે ચોરીની ઘટનાને અંજામ આપવા આવતા તસ્કરોને કારણે સ્થાનિક રહીશો રાતે ચોકીદાર બનવા મજબૂર બન્યા છે.

ઝાડેશ્વર રોડ ઉપર આવેલી તુલસીધામ સોસાયટીમાં હાલમાં જ રૂપિયા 6 લાખની મત્તાની ચોરી થયાં બાદ તસ્કરોએ હવે રોજ લટાર મારવાનું શરૂ કરી દેતા રહીશો છેલ્લા 15 દિવસથી ઉજાગરા કરી રહ્યાં છે. રાતે 12 વાગ્યા બાદ સોસાયટીમાં તસ્કરો હથિયારો લઈને ત્રાટકતા હોય જે CCTVમાં પણ કેદ થઈ રહ્યાં છે.

તસ્કરોને પકડવા લોકો પહેરો ભરી રહ્યાં છે પણ તસ્કરો પથ્થરો મારી નાસી છૂટે છે. પોલીસ પણ સોસાયટીમાં કેટલીય વખત આવી જતી રહી છે પણ તસ્કરો હજી સુધી હાથ લાગ્યા નથી. ત્યારે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો તેમજ જાનમાલની સુરક્ષા માટે સોસાયટીમાં પોલીસ પહેરો મુકી તસ્કરોને જેર કરાઈ તેમ સોસાયટીના રહીશો રજૂઆતો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...