તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભરૂચના વોર્ડ નંબર-10માં આવેલા ગાંધી બજારમાં ખખડધજ માર્ગને લઈ સ્થાનિક વેપારીઓએ રસ્તા રોકો આંદોલન કર્યું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ઘણા સમયથી રજૂઆતો બાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન થતાં વેપારીઓ રોષે ભરાયા
  • આંદોલનને પગલે પોલીસની દરમિયાનગીરીથી હાલ પૂરતો મામલો શાંત થયો

ભરૂચ શહેરના ગાંધી બજારના ખખડધજ માર્ગને લઈ આજરોજ વિફરેલા સ્થાનિક વેપારીઓ અને નગર સેવક દ્વારા રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો બાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન થતાં વેપારીઓ રોષે ભરાયા છે. જેમાં આંદોલનને પગલે પોલીસની દરમિયાનગીરીથી હાલ પૂરતો મામલો શાંત થયો છે.

માર્ગની મરામત કરી આપવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી

છેલ્લા ઘણા સમયથી ભરૂચના ગાંધી બજારના વેપારીઓ બિસ્માર માર્ગ અને ઉભરાતી ગટરોને પગલે યાતનાઓ ભોગવી રહ્યાં છે. આ અંગે તેઓએ અનેકવાર નગર પાલિકાના રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા તેઓના પ્રશ્નનું નિરાકરણ ન કરતાં આખરે હેરાન પરેશાન થઈ ઉઠેલા કતોપોર વેપારી એસોસિએશનના પ્રમુખ ઇમ્તિયાઝ પટેલ અને સ્થાનિક નગર સેવક સહિતના વેપારીઓએ રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓના ચક્કાજામને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.સ્થળ પર દોડી આવ્યા હતા. અને દરમિયાનગીરી કરતાં હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા ચોમાસાની સિઝન પૂરતી માર્ગની મરામત કરી આપવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...