તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લામાં તહેવારોમાં લોકોએ દાખવેલી નિષ્કાળજીના કારણે પુન: કોરોનાનો રોગ ઉથલો મારતા સંક્રમણ હવે વધવા લાગ્યું છે. કલેક્ટરની સૂચનાથી જિલ્લામાં આરોગ્ય વિભાગે કોરોનાને અંકુશમાં લેવા 580 ટીમો સર્વે માટે ઉતારી છે. ઉપરાંત રોજગારી અર્થે અન્ય રાજ્યોમાંથી આવતાં લોકોનું પણ પહેલેથી જ કોરોના ટેસ્ટિંગ કરાય તે માટે જિલ્લાની પાંચેય ઔદ્યોગિક વસાહતોમાં અધિકારીઓને કામગીરી સોંપી છે.
ભરૂચ જિલ્લામાં એકંદરે કોરોનાનું સંક્રમણ એક મહિનાથી ઘટ્યું હતું. જેના પગલે કોરોના વહેલીતકે વિદાય લે તેવી આશા પણ લોકોમાં ઉદભવી હતી. જોકે, તહેવારોમાં મળેલી છુટછાટોમાં લોકોએ બેદરકારી દાખવતાં હવે પુન: કોરોનાના કેસોમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો તેમજ સ્થાનિકોના આ બંને જિલ્લા સાથેની કનેક્ટિવીટીના કારણે હવે સ્થિતિ પુન: કથળી રહી છે. કોરોના વધુ વકરે તે પૂર્વે જ તેને અંકુશમાં લેવા માટે તંત્ર દ્વારા આયોજનો હાથ ધરાઇ રહ્યુંં છે.
જેના ભાગરૂપે સતત મીટીંગોનો દોર શરૂ કરાયો છે.વધી રહેલાં કોરોનાના સંક્રમણને લઇને જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડિયાએ ટીમોને ખાસ તાકીદ કરી છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગે પીએચસીની 580 ટીમોને કાર્યરત કરી હોમ સર્વેની કામગીરી સોંપી છે.ઉપરાંત જિલ્લાની 5 જીઆઇડીસીઓમાં ખાસ અધિકારીઓને ફાળવી અન્ય રાજ્યમાંથી આવતાં કામદારોના આરોગ્ય તપાસણી માટેની પણ કામગીરી સોંપાઇ છે.
તંત્ર તો સજ્જ બન્યું છે પણ લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે
ડો. એમ. ડી. મોડિયા, કલેક્ટર- કોરોનાનું સંક્રમણ ભરૂચ જિલ્લામાં હાલમાં ઓછું છે. જોકે, હાલની બદલાયેલી સ્થિતીના કારણે સંક્રમણ વધવાની શક્યતાઓ નકારી શકાતી નથી. કોરોનાને અંકુશમાં લાવવા માટે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી છે. સ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. જોકે લોકોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી કોરોના સંક્રમણથી બચવા માટે જાગૃતી દાખવવી જરૂરી છે.
9 તાલુકામાં 34 ધન્વંતરી રથ ફરશે
કોરોનાકાળમાં જિલ્લાના તમામ લોકોનું સ્વાસ્થ્ય પરિક્ષણ થઇ જાય તેમજ જો કોરોનાની અસર હોય તો તેમનું સત્વરે નિદાન થઇ શકે તે માટે તંત્ર દ્વારા 9 તાલુકામાં કુલ 34 ધન્વંતરી રથ ફેરવવામાં આવશે. જેમાં ગામે ગામ ધન્વંતરી રથ પહોંચશે અને ગ્રામજનોને તાવ, શરદી, ખાસી સહિતની બિમારીઓ તપાસ યોગ્ય સારવાર કરાશે.
ભરૂચ-અંક્લેશ્વરમાં 132 ટીમ ઉતારી
જિલ્લામાં સૌથી વધુ કેસ ભરૂચ અને અંક્લેશ્વર શહેર વિસ્તારમાં નોંધાયાં છે. જે આરોગ્ય વિભાગ માટે પણ પડકાર રૂપ છે. ત્યારે કોરોનાની સેકન્ડ વેવમાં કોરોનાના કેસ વધવાની શક્યતાઓ વચ્ચે આરોગ્ય વિભાગે બન્ને શહેરમાં 132 જેટલી ટીમો ઉતારી દીધી છે. જે બન્ને શહેરમાં ડોર ટુ ડોર સર્વે કરી બિમાર તેમજ કોરોના સંક્રમિત લોકોને શોધી તેમનું નિદાન કરાશે.
પાંચેય ઇન્ડસ્ટ્રીયલ એસેટમાં આરોગ્ય તપાસણી કરાશે
ભરૂચ જિલ્લામાં આવેલી દહેજ, અંક્લેશ્વર, સાયખા, પાનોલી તેમજ વિલાયત ઔદ્યોગિક વસાહતોમાં અન્ય રાજ્યમાંથી તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતાં કામદારો થકી કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા છે. જેથી કલેક્ટરે પાંચેય વસાહતો માટે 5 અધિકારીઓની નિમણૂંક કરી તેમને બહારથી આવતાં લોકોનું સમયસર સ્ક્રિનિંગ કરવા સૂચના આપી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.