નેતાજીને ઠુમકા ભારે પડ્યા:લગ્નની પાર્ટીમાં ડાન્સ કરનારા એલ.જે.પી.ના ગુજરાતના નેતા અબ્દુલ કામઠી સહિત 6 સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની લોકોના ટોળાં સામે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
  • લગ્નની પાર્ટીમાં અબ્દુલ કામઠી સહિતનાઓએ ડાન્સરો સાથે ઠુમકા લગાવ્યાંનો વીડિયો વાયરલ થયો હતો

એલ.જે.પી.ના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠી સહિત 6 શખ્સો સામે લગ્ન પ્રસંગમાં 500નું ટોળું ભેગુ કરવા બદલ પાલેજ પોલીસ મથક ખાતે ગુનો નોંધાવમાં આવ્યો છે. થોડા દિવસો પહેલા લગ્નની પાર્ટીમાં અબ્દુલ કામઠી સહિતનાઓએ ડાન્સરો સાથે ઠુમકા લગાવ્યાં હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની 150થી વધુ લોકોના ટોળા સામે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાન, મુસ્લિમ સમાજના આગળ પડતા અને LJPના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ જિલ્લામાં ચકચાર મચી હતી. લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર ડાન્સરો સાથે ડાન્સ કરતો તેઓનો વીડિયો સામે આવતા જિલ્લા અને તેમના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે અબ્દુલ કામઠીના ભાણીયાના 9 ડિસેમ્બરે લગ્ન હતા. જેમાં 8 ડિસેમ્બરે વડોદરાથી મ્યુઝિકલ પાર્ટી શનિવારે રાતે આયોજિત કરાઈ હતી. જેમાં ડાન્સરો સાથે લોકોએ મનમૂકીને ડાન્સ કર્યો હતો અને નોટો પણ ઉડાવી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે.

કોવિડ 19 મહામારી વચ્ચે લગ્નમાં 150 લોકોને જ મંજૂરીનો પણ ભંગ કરાયો હતો. લગ્નની મ્યુઝિકલ પાર્ટીમાં 500 થી વધુ લોકોને ભેગા કરવા બદલ, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ ભંગ, સેનિટાઈઝરની વ્યવસ્થા નહીં કરવા પાલેજ પોલીસ મથકે દુલ્હા ઊવેશના પિતા બિલાલ લાલન, મામા અબ્દુલ કામઠી, સરફરાઝ મોહમદવલી ચાંદીયા, સરફરાઝ ઇસ્માઇલ મઠિયા, નઈમ મજીદ લખા અને મુબારક ઇસ્માઇલ દશુ સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...