મતદાન:ભરૂચ જિલ્લાના 50 ટકા મતદાન મથકોમાં લાઇવ વેબકાસ્ટિંગ થશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાંચ વિધાનસભા બેઠકો પર 35 મહિલા સંચાલિત, 5 મોડલ મતદાન કેન્દ્ર બનાવાશે

ભરૂચ જિલ્લામાં આગામી 1 ડિસેમ્બરે યોજાનારી ચુંટણીમાં જિલ્લાના તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેનું સુચારૂ આયોજન જિલ્લા કલેક્ટર દ્વારા કરાવમાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લાના 12.66 લાખ મતદારો માટે 1359 બુથોનું આયોજન કરાયું છે. જેના પર 5901 અધિકારીઓ -કર્મીઓ ફરજ બજાવશે.

ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચુંટણી અધિકારી તુષાર સુમેરાએ આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની 5 બેઠકો આવેલી છે. જિલ્લાની પાંચેય બેઠકો પર સુચારૂ રીતે મતદાન થાય અને જિલ્લાના મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેની તૈયારીઓ ભરૂચ જિલ્લા વહિવટી તંત્રએ કરી દીધી છે.

કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન માટે 1359 બુથોનું આયોજન કરાયુ છે. જેમાં 5901 કર્મીઓ ફરજ બજાવશે. ચુટણીમાં પારદર્શકતા રહે તે માટેના પ્રયાસના ભાગરૂપે જિલ્લાના 50 ટકા એટલે કે 682 મતદાન મથકોએ લાઇવ વેબ કાસ્ટીંગ કરાશે. જિલ્લાનો છેવાડાનો મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરાયાં છે.

જેના ભાગરૂપે જિલ્લાની પાંચ બેઠકોમાં કુલ 5 દિવ્યાંગ મતદાન મથકો સહિત પાંચ મોડલ તથા 35 એટલે કે દરેક બેઠક પર 5-5 મહિલા સંચાલિત મતદાન કેન્દ્ર ઉભું કરાશે. ઝઘડિયામાં ખાસ એક યુવા મતદાન કેન્દ્ર ઉભુ કરાશે જેમાં માત્ર યુવા અધિકારીઓ ફરજ બજાવશે. જ્યારે 80 થી વધુ ઉંમરના વૃધ્ધો અને દિવ્યાંગો માટે પ્રથમ વખત પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે. દરેક બુથ પર શૌચાલયથી લઇ પીવાના પાણી સુધીની તમામ સુવિધાઓ મળી રહે તેની તકેદારી રાખવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં 312 શતાયુ મતદાર
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 80થી વધુ વયના કુલ 27,564 મતદારો નોંધાયા છે. ઉપરાંત જિલ્લામાં 312 શતાયું મતદારો છે. તેઓ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેનું આયોજન કરાયું છે. જ્યારે 80 થી વધુ ઉંમરના વૃધ્ધો અને દિવ્યાંગો માટે પ્રથમ વખત પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...