ધાર્મિક કાર્યક્રમ:જંબુસરના ભાણખેતર ગામમાં મસાણી માતાના મંદિર ખાતે લીલુડો માંડવાના કાર્યક્રમનું આયોજન, કલાકારોએ ભજનની રમઝટ બોલાવી

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જંબુસર તાલુકાના ભાણખેતર ગામ અને અન્ય ગામોમાં સુખ સાથે લોક કલ્યાણની ભાવનાથી છેલ્લા 5 વર્ષથી મસાણી માતાના મંદિર ખાતે લીલુડો માંડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગતરોજ સાંજે મસાણી માતાના મંદિર ખાતે લીલુડો માંડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં માતાજીના માંડવા વિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાવૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી. આ લોક ડાયરામાં ભાવિક ભક્તોએ ડોલર અને ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમનો માજી સરપંચ જગદીશભાઈ અને ભાવિક ભક્તો સહીત વિવિધ ગામના માતાજીના ભૂવાઓએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...