તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમોસમી વરસાદ:કોરોના કહેર વચ્ચે સિતપોણ ગામે આકાશી વીજળી ત્રાટકી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં શનિવારે કમોસમી વરસાદ પડ્યો

ભરૂચમાં કોરોના કહેર સાથે ગરમી પણ વધી રહી છે, 42થી 44 ગરમીના પારા વચ્ચે શનિવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકાઓના કેટલાક વિસ્તારોમાં 12 KM ની ઝડપે ફૂંકાતા કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ભરૂચના સિતપોણ ગામે આકાશી વીજળી લીમડાના ઝાડ ઉપર પડતા નચે રહેલા 43 બકરાંઓના મોત નિપજ્યા હતા. કોસ્ટલ લાઈન પર વસેલા ભરૂચ જિલ્લામાં કોરોના સાથે હાલ આકરી ગરમી પણ આભમાંથી કહેર વર્તાવી રહી છે.

ગરમી વધવાથી બાષ્પીભવન વધ્યુ
દરિયા કિનારાના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધતા બાષ્પીભવનની પ્રક્રિયા વધી. જેના કારણે તે વિસ્તારમાં વાદળો બન્યા અને પછી કન્વેકશનલ રેન ફોલ થયુ. જોકે હવે આ વિસ્તારમાં ફરી વરસાદ પડે તેની શક્યતા નહિવત પ્રમાણ છે. તાપમાનમાં વધારો થતા કોસ્ટલ એરિયામાં વરસાદ પડવાની ઘટના બને છે. આગામી દિવસોમાં આગાહી કરવી ઘણુ ચેલેન્જિંગ છે. > ડો. નિરજ કુમાર, હવામાનશાસ્ત્રી.

અન્ય સમાચારો પણ છે...