ટાંકી ધકાડાભેર જમીનદોસ્ત:વાલિયાના ડહેલીમાં જૂની પાણીની ટાંકી ઉપર વીજળી ત્રાટકી, ગ્રામપંચાયતને 1 લાખનું નુકસાન

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટનામાં કોઈને પણ જાનહાની નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો
  • આ ટાંકીમાંથી 1650 ઘરોને પાણી પુરવઠો પૂરો પડાતો હતો

વાલિયા તાલુકાના ડહેલી ગામની શાળા પાછળ આવેલી ગ્રામ પંચાયતના વોટર વર્કસની જૂની પાણીની ટાંકી ઉપર વીજળી પડી હતી. જેથી ટાંકી ધડાકા ભેર જમીન દોસ્ત થઈ હતી. જેના કારણે 1 લાખથી વધુનું નુકસાન થયું છે.
વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી ત્રાટકી
વાલિયા તાલુકાના ડહેલી ગામની શાળા પાસે ગ્રામ પંચાયતનો વોટર વર્કસ આવેલ છે જે સ્થળે વર્ષ-2001માં વાસ્મો યોજના હેઠળ રૂપિયા 25 લાખના ખર્ચે અઢી લાખ લીટરની પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે ટાંકી પરથી ગામના 1650 ઘરોમાં 1250 નળ કનેક્શન થકી પાણી પુરવઠો પહોંચાડવામાં આવતો હતો. આ ટાંકી કાર્યરત હોવા સાથે જુદાજુદા વિસ્તારોમાં પાણી પુરવઠો આપવામાં આવે છે અને સવારે 7 વાગ્યાથી અને સાંજે 5 વાગ્ય દરમિયાન પાણી પુરવઠો ગ્રામજનોને પહોંચાડવામાં આવે છે ત્યારે આજરોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી ટાંકી પર પડતા તે ધડાકાભેર ટાંકી ધરાશાયી થઇ હતી.

મામલતદાર સહિતનાઓ સ્થળ પર દોડી આવ્યાં
પાણીની ટાંકી પર વીજળી પડતા ગ્રામજનો ભયભીત બન્યા હતા અને સ્થળ પર દોડી આવ્યાં હતા. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવ અંગેની જાણ થતા વાલિયા મામલતદાર નેહા સવાણીને તથા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા તેમજ અન્ય અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતા અને નિરીક્ષણ કરી જરૂરી માર્ગ દર્શન આપ્યું હતું. આ ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં તમામ પાઈપ લાઈનને નુકસાન થતા ગ્રામ પંચાયતને 1 લાખનું નુકસાન થયું છે.
ગ્રામજનોને પાણીની સમસ્યા નહીં સર્જાય
​​​​​​​
સ્થાનિક રહીશ હરેશ વસાવાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હાલ આ ઘટનાને પગલે પાણીની કોઈપણ જાતની સમસ્યા નહી પડવા સાથે બીજા 400 ઘરોને અલગ-અલગ ફળિયામાં મીની પ્લાન જેવા કે બોર, મોટર, નાની ટાંકી દ્વારા પાણી આપવામાં આવે છે જેને લઇ પાણીની કોઈપણ જાતની સમસ્યા થશે નહી.

અન્ય સમાચારો પણ છે...