તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબ પરિવારો દેવાના ખપ્પરમાં:આયુષ્યમાન - માં કાર્ડ સરકારી જાહેરાતના 22 દિવસ બાદ પણ ખાનગી હોસ્પિટલોમાં અમાન્ય

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોઇ સૂચના અપાઇ ન હોવાની ખાનગી હોસ્પિટલોની કેફિયત
  • કોરોનાની સારવાર માટે સરકારે બન્ને કાર્ડને માન્યતા આપી હતી

કોરોનાની સારવારના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દેવાના ખપ્પરમાં હોમાયાં છે. ત્યારે સરકારે ગત 18મી એપ્રિલના રોજ હાઇકોર્ટમાં સોગંધનામું કરી કોવિડના દર્દીઓને આયુષ્યમાન તેમજ માં કાર્ડ પર મફત સારવાર મળી શકશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે આજે 22 દિવસ બાદ પણ જિલ્લાની ખાનગી હોસ્પિટલો દ્વારા કોઇ ચોક્કસ સૂચના ન હોવાને બન્ને કાર્ડને અમાન્ય ગણાવી દેતાં પરિવારો તેમના દર્દીઓના જીવ બચાવવા માટે આર્થિક બોજા હેઠળ દબાયાં છે.

સરકાર દ્વારા ચોક્કસ પરિપત્ર બહાર નહીં પાડતાં ખાનગી લોકોપયોગી યોજના માત્ર કાગળ પર જ રહી ગઇ છે. નોંધનિય છે કે, છેલ્લાં 20 દિવસમાં જ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા 2872 કેસ નોંધાયાં છે. જે અત્યાર સુધીના કુલઆંકના 35 ટકા કેસ છે.

કોરોના મહામારીએ પોતાનું સ્વરૂપ બદલતાં હવે તે વધું ઘાતક અને ઝડપથી ફેલાતી બિમારી બની ગઇ છે. શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારને પણ કોરોના મહામારીએ પોતાના નાગચૂડમાં ઝકડી લીધી છે. ત્યારે કોરોના સંક્રમણ થતાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર બિમારી સહિત આર્થિંક સંકટ સર્જાયું છે. જેને પગલે માં કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડમાં આવરી લેવાતી બિમારીઓમાં કોવિડ-19ને પણ સમાવી લેવામાં આવે તેવી માંગ ઉઠતાં ગત 18મી એપ્રિલના રોજ રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર માટે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માન્ય રહેશે અને તેના ઉપયોગથી દર્દીઓની સારવાર વિના મુલ્યે થઇ શકશે તેવી જાહેરાત કરી હતી.

જોકે, આજે જાહેરાતના 22 દિવસ બાદ પણ ખાનગી હોસ્પિટલોમાં બન્ને કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવી રહી નથી. નોંધનિય છે કે, છેલ્લાં 20 દિવસમાં જ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા 2872 કેસ નોંધાયાં છે. જે અત્યાર સુધીના કુલઆંકના 35 ટકા કેસ છે.અંક્લેશ્વર શહેરની કોવિડ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.જેમાં કોરોનાના દર્દીઓને આયુષ્યમાન કાર્ડ કે અમૃતમ કાર્ડ માં સારવાર આપવાની ના પાડી દીધી હતી.

હમણા કોઇ હોસ્પિટલમાં કાર્ડ નહીં ચાલે : ખાનગી તબીબો
‘અંકલેશ્વરની હોસ્પિટલોમાં બન્ને કાર્ડની માન્યતા અંગે પુછવામાં આવતાં હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું હતું કે, શહેરની કોઈપણ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ માં કોવિડ ની સારવાર નહીં જ થાય, અને આગામી એક મહિના સુધી તપાસ પણ ન કરતા. કારણ કે, સરકારે જાહેરાત ભલે કરી પરંતુ કોઈ હોસ્પિટલ અમૃતમ કાર્ડ માં કોવિડના દર્દીઓની સારવાર નહીં કરે.’

સરકારમાંથી હજુ સુધી કોઇ પરિપત્ર આવ્યો નથી
ખાનગી હોસ્પિટલ માંથી એક જ સરખો જવાબ મળતા આ મામલે ડીએચઓ જે. એસ. દુલેરાને પૂછવામાં આવ્યું હતું. જ્યાં થી એવો જવાબ મળ્યો છે કે, હજુ સુધી આ મામલે કોઇ પરિપત્ર જ ન આવ્યો હોવાથી અમલવારી થઈ નથી. હજી સુધી ગાઈડલાઈન ન હોવાથી કાર્ડ પર દાખલ કરી શકાશે નહીં.

માં કાર્ડ માન્ય ન રાખતાં, બચત અને મિત્રોની સહાય લીધી
મારા પિતાને અઠવાડિયા પહેલાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરી હતી. અમારી પાસે માં કાર્ડ હોઇ તબીબ સાથે ચર્ચા કરતાં તેમણે કાર્ડ નહીં ચાલે તેમ કહેતાં ઘરમાંની બચત તેમજ મિત્રો પાસેથી આર્થિક સહાય મેળવી મારા પિતાની સારવાર કરાવી હતી. - વિનય વસાવા, નેત્રંગ

અન્ય સમાચારો પણ છે...