નિમણુંક:ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેવાદળના હોદ્દેદારોની નિમણુંક સાથે ઝઘડિયા તાલુકામાંથી આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા યંગ બ્રિગેડ પ્રમુખ તરીકે સતનામ વસાવાની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદલના પ્રમુખ ઋત્વિજ મકવાણા દ્વારા ભરૂચ જિલ્લા સેવાદળના હોદ્દેદારોની નિમણુંક કરાઈ છે. જેમાં જિલ્લા યંગ બ્રિગેડ પ્રમુખ તરીકે સતનામ વસાવા, ઉપપ્રમુખ તરીકે સિંહાલદીપસિંહ ચૌહાણ, ભરૂચ તાલુકા પ્રમુખ તરીકે પુષ્પદીપ સિંહ, વાગરા પ્રમુખ તરીકે રઘુવીરસિંહની વરણી કરાઈ છે.

આ સાથે જ જિલ્લાના મહિલા પ્રમુખ, સેક્રેટરી અને તાલુકા પ્રમુખોને પણ નિમણુંક અપાઈ છે. આ પ્રસંગે ઝઘડિયા તાલુકામાંથી કેટલાક આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા તેમને આવકાર આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...