તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાલેજ નજીક LCBએ ગુટખા ભરેલા ટેમ્પા સાથે 19.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ એેલસીબીની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટેમ્પોમાં ગેેરકાયદે રીતે ગુટખાનું વહન કરવામાં આવી રહ્યું છે. અને હાલમાં ટેેમ્પો પાલેેજ નજીક આવેલી સવેરા હોટલ પાર્કિંગમાં છે. જેેના પગલે એલસીબીની ટીમે તુરંત સ્થળ પર દોડી આવી બાતમી મુજબનો ટેમ્પાની શોધખોળ કરતાં ટેમ્પો મળી આવ્યો હતો. ટીમે ટેમ્પો ચાલકી પુછપરછ કરતાં તેનું નામ મોહંમદ સમસાદ અબ્દુલ રઝાક શેખ (રહે. મુસા રેસિડન્સી, વાપી) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે ટેમ્પોની તલાશી લેતાં ટેમ્પોમાં 4કે સ્ટાર તેમજ પ્રિમિયમ હમ સફર લખેલા ગુટખાના પાઉચ ભરેલી 67 બોરીઓ મળી આવી હતી. જેના પગલે ટીમે ગુટખાનો જથ્થો તેમજ ટેમ્પો મળી કુલ 19.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો