તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આમોદના દારૂના ગુનામાં 6 મહિનાથી વોન્ટેડ આરોપીને LCBએ ઝડપી પાડયો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCB પોલીસે અગાઉ દારૂ અને વાહનો સહિત 13.92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

આમોદ પોલીસ સ્ટેશનની હદમાં એલસીબી પોલીસે 18 જાન્યુઆરી 2021માં કેરવાડા ગામની સીમમાંથી દારૂ અને વાહનો સહીતનો કુલ 13,92,000 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.જેમાં બુટલેગર સુનિલસિંહ માનસિંહ રાજનું નામ ખુલ્યું હતું.आ આ પ્રોહિબીશનના ગુનામાં સુનિલસિંહ છેલ્લા 6 મહિનાથી ફરાર હતો. જેથી જિલ્લા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન. ઝાલાએ અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન વોન્ટેડ આરોપીની હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સથી માહિતી મળી હતી કે,અગાઉ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી કેરવાડામાં આવ્યો છે.જેના આધારે એલસીબી પીએસઆઈ એ.એસ.ચૌહાણ અને અ.હે.કો અજય રાઠવા અને પો.કો ફિરોઝ મુલતાની અને મયુરભાઈએ કેરવાડા ગામેથી સુનિલસિંહ માનસિંહ રાજને ઝડપી પાડયો હતો.એલસીબીએ આરોપીને બી ડીવીઝન પોલીસને સોંપીને આમોદ પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...