ભાસ્કર વિશેષ:યુવા મતદારોને આકર્ષિત કરવા ખાસ ઝુંબેશ શરૂ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • “વોટ આપવાનું ભૂલશો નહીં” તેમજ “હું મતદાન કરીશ” ના પોસ્ટરો લાગ્યાં

ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી પંચ જહેમત લઈ રહ્યું છે ત્યારે “વોટ આપવાનું ભૂલશો નહીં” તેમજ “હું મતદાન કરીશ” ના પોસ્ટરો અનેક સ્થળોએ લગાવવામાં આવ્યા છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના બી.એડ. ના તાલીમાર્થીઓ માટે સિગ્નેચર કેમ્પેઈન અને ‘ભૂલતા નહી મતદાનની તારીખ 1 ડિસેમ્બરના બેનર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યંગ વોટર્સ સુઘી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.

વોટ આપવાનું ભૂલશો નહી તા. 1 ડિસેમ્બર 2022 આ શબ્દ અલંકારીક રીતે યાદ રહી જાય એ હેતુ થી વિરોધાભાસ દર્શાવીને મતદારોને વોટ કરવા માટેની અપીલ કરવામાં આવી છે . સ્વીપ નોડલ અધિકારી દિવ્યેશભાઈ પરમાર દ્વારા યંગ મતદારો અવશ્ય પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...