તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ભરૂચની 1374 આંગણવાડી કેન્દ્રોમાં શપથ લઈ પોષણ અભિયાનનો પ્રારંભ

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

ભરૂચમાં પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય,ભારત સરકાર દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનઆંદોલન માટે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે આઈ.સી.ડી.એસ.શાખા જિલ્લા પંચાયત દ્વારા 1 લી સપ્ટેમ્બરથી 30 મી સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવનાર છે.પોષણ માસ અંતર્ગત ભરૂચ જિલ્લાની 1374 આંગણવાડી કેન્દ્રોમાં પોષણ શપથ લઈ પોષણ માસની શરૂઆત કરવામાં આવી છે. આ માહ દરમિયાન આઈ.સી.ડી.એસ. અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

જેમાં ન્યુટ્રી ગાર્ડન વિકસાવવા પર ખાસ ભાર મૂકવામાં આવેલો છે. મનરેગા અને જી.એલ.પી.સી.ના સઘન સંકલન દ્વારા જિલ્લાના 135 આંગણવાડી કેન્દ્ર ખાતે ન્યુટ્રી ગાર્ડન તૈયાર કરવામાં આવનાર છે. આ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરએ જણાવ્યું હતું કે,જેમાં પ્રથમ સપ્તાહમાં પોષણ વાટીકાના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્રો,શાળાઓ,પંચાયત અને અન્ય જાહેર સ્થળોમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરવી,બીજા સપ્તાહમાં પોષણ માટે યોગ અને આયુષ, ત્રીજા સપ્તાહમાં અતિ કુપોષિત આંગણવાડી લાભાર્થીમાં ન્યુટ્રિશન કીટનું વિતરણ, ચોથા સપ્તાહમાં જિલ્લામાં અતિ કુપોષિત બાળકોને શોધીને ન્યુટ્રિશન ખોરાક પૂરો પાડવો.પોષણ માહને જન ભાગીદારીથી જોડી લોકભોગ્ય બનાવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...