તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ભરૂચ જિલ્લામાં લોન ટેનિસ અને સ્કેટિંગ જેવી વિવિધ રમતો માટે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનો પ્રારંભ

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપોવન સ્પોર્ટ્સ એકેડમી દ્વારા નવનિર્મિત મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું મંત્રીના હસ્તે ઉદ્ઘાટન

ભરૂચ શહેર અને જિલ્લામાં રમત ગમત અને ખેલકૂદના વાતાવરણ નિર્માણ કરવા, રમતવીરોની પ્રતિભાને ઉજાગર કરવા, વિદ્યાર્થીઓ- યુવાનોને રમતગમતના ક્ષેત્રે અગ્રેસર બનાવવા તેમના સર્વાંગી વિકાસ માટેના હેતુસર તપોવન સંસ્કાર કેન્દ્ર- ભરૂચ ધ્વારા ‘તપોવન સ્પોર્ટ્સ એકેડમી’ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોન ટેનીસ, બાસ્કેટબોલ, વોલીબોલ તેમજ સ્કેટિંગ રિંગ માટેના નવનિર્મિત મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે લોન ટેનીસ રમત રમીને ઉદધાટન કર્યું હતું.

રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2010 પહેલાની રમતમાં ગુજરાતનું ક્યાંય નામ નહોતું. પરંતુ ખેલ મહાકુંભની શરૂઆત થતાં ગુજરાતની રમત ગમત ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ છે. શહેર અને જિલ્લાની શાળાઓના બાળકો માટે આ મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ ખૂબ જ ઉપયોગી બનશે. ભરૂચ જિલ્લાના રમતવીરો માટે ખુશીના સમાચાર આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાકક્ષાએ સ્પોર્ટસ સંકુલ હોવું જોઈએ.

જેનાથી જિલ્લાના ખેલાડીઓ રાજ્ય અને દેશનું નામ રોશન કરી શકે. કોસમડી ખાતે 15 એકર જમીનમાં 50 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ ઉભું કરવામાં આવનાર છે. જેનાથી જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને રમતગમત ક્ષેત્રે આગળ આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...