તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રાઇવરની કમાલ:ભરૂચમાં કોલેજ રોડ પર નવાબ્રિજ નીચે મોટું કન્ટેનર ફસાયું, ટાયરની હવા કાઢી મહામહેનતે બહાર કઢાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજ રોડ પર વળાંક લેવા જતા બ્રિજ નીચે મોટું કન્ટેનર ફસાયું હતું

ભરૂચમાં કોલેજ રોડ પર નવાબ્રિજ નીચે મોટું કન્ટેનર ફસાયું હતું. જેમાં કલાકોની જહેમત બાદ કન્ટેનરની હવા કાઢી તેની ઉંચાઈ નીચી કરી તેને મહામેહનતે બહાર કઢાયું હતું.

નવા બ્રિજ નીચેથી વળાંક લેતા કન્ટેનર ફસાયું

તારીખ 15ને રાત્રીના 10 કલાકે ભરૂચના કોલેજ રોડ પર વળાંક લેવા જતા બ્રિજ નીચે મોટું કન્ટેનર ફસાયું હતું. ભરૂચની એબીસી ચોકડીથી મહારાષ્ટ્ર પાર્સિંગનું મોટું કન્ટેનર રસ્તો ભટકી જતા ભરૂચ તરફ વળતા કોલેજ રોડ સુધી આવ્યા બાદ રસ્તો ભટક્યો હોવાનો ડ્રાઇવરને અહેસાસ થતા કોલેજ રોડ પર નવા બ્રિજ નીચેથી વળાંક લેતા કન્ટેનર બ્રિજ નીચે ફસાયું હતું.

કન્ટેનરને બ્રિજ નીચેથી કાઢવા ડ્રાઇવરે ઘણી કોશિશ કરી

કોરોનાકાળમાં લોકડાઉનના પગલે લાગેલા કરફ્યુને કારણે ટ્રાફિક જામ થયો ન હતો. ફસાયેલા મોટા કન્ટેનરને બ્રિજ નીચેથી કાઢવા ડ્રાઇવરે ઘણી કોશિશ કરી પણ નીકળી શક્યું ન હતું. આખરે કન્ટેનરના ડ્રાઇવરે કન્ટેનરની પાછળના ટાયરની હવા કાઢી નાખી હતી. જેથી કન્ટેનરની ઉંચાઈ ઓછી થતા કલાકની મહેનત બાદ કન્ટેનર બ્રિજ નીચેથી નીકળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...