તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાવજમાં લેન્ડ ગ્રેબિંગ:ભરૂચના બિલ્ડર, તેની પત્નિ વિરૂદ્ધ ફરિયાદ, કલેક્ટર કચેરીમાં ફરિયાદ થતાં કાર્યવાહી હાથ ધરાઇ

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બિલ્ડરે ગેરકાયદે 2300 સ્ક્વેર મીટરમાં દબાણ કરી દીધું હતું

ભરુચના બિલ્ડર અને તેની પત્નીએ ચાવજ ગામે એક શખ્સની જમીનમાં 2300 સ્કવેર મીટરનું દબાણ કરતાં શખ્સે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસ બાદ તેમનો દાવો સાચો ઠરતાં કલેક્ટરે દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાનો હૂકમ કરતાં ભરુચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચના કસક વિસ્તારમાં આવેલી અશ્વમેઘ સોસાયટીમાં રહેતાં ધિમંત અરવિંદ શાહના બહેન દિપ્તીબેન અરવિંદલાલ શાહ તેમજ કેતા અરવિંદ શાહે ચાવજ ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર 121/122 પૈકીની 13341 સ્ક્વેર મીટર જેટલી બીન ખેતીની જમીન ખરીદી હતી.

જ્યારે તે જ સર્વે નંબરની બાકીની 29149 સ્ક્વેર મીટર જમીન રાજ એસ્ટેટના પાર્ટનર વિનોદ જેઠા શાહે ખરીદ્યાં બાદ તે જમીન ભરૂચના મેઘા એમ્સના પાર્ટનર મનિષ મહેન્દ્ર પટેલ તેમજ તેમની પત્ની મમતા ( બન્ને રહે. ગોકુલધામ સોસાયટી, ભરૂચ)નાઓએ વર્ષ 2011માં ખરીદી કરી ત્યાં માંગલ્ય રેસિડન્સીનું કામ શરૂ કર્યું હતું.

જોકે, તેમણે તેમની 29149 સ્વેકર મીટર જમીનની બાજુમાં આવેલી ધિંમત શાહની બહેનોની 13341 સ્કવેર મીટર પૈકી 2300 સ્કવેર મીટર જમીન પર દબાણ કર્યું હતું. જેના પગલે ધિમંત શાહે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરતાં તેની તપાસમાં ગેરકાયદે દબાણ થયાનું માલુમ પડતાં કલેક્ટરે દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાનો હૂકમ કરતાં ભરુચ સી ડિવિઝન પોલીસે દંપતિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...