ચૂંટણી બહિષ્કારની ચીમકી:ઝઘડિયાના પીપોદરા ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

ભરૂચ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા તાલુકાના પીપોદરા ગામમાં છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણીની તંગી અને ડ્રેનેજ યોજનાની અધૂરી અને તકલાદી કામગીરીને પગલે ગામમાં ઠેર ઠેર ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ અંગે તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ ઉદાસીન તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા ગામમાં લોકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે ગામમાં પાણીએ ટાંકી તો ઊભી થઈ છે પરંતુ પીવાનો પાણી આવતું નથી તેવી ભુમરણ વચ્ચે આજરોજ ગામના આગેવાન સુરેશ વસાવા અને ગ્રામજનો દ્વારા ઝઘડિયા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવી રોજ ઠાલવવામાં આવ્યો હતો અને જ્યાં સુધી સુવિધા ઉપલબ્ધ કરવામાં નહીં આવે ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...