• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Lack Of Basic Facilities In Dholikui Macchi Market Of Bharuch, Anger Among Locals Living In The Problem Area Despite Many Representations

સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં:ભરૂચના ધોળીકુઈ મચ્છી માર્કેટમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, અનેક રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર રહેતા સ્થાનિકોમાં રોષ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં આવેલ ધોળીકુઈ મચ્છી માર્કેટમાં ગંદકી અને પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે. અવાર-નવાર નગર પાલિકામાં રજૂઆત છતાં સુવિધા નહીં આપવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ શહેરમાં આવેલા ધોળીકુઈ મચ્છી માર્કેટમાં ગંદકી અને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિકાસની વાતો વચ્ચે ભરૂચ શહેરના ધોળીકુઈ મચ્છી માર્કેટમાં સુવિધાના નામે મીંડુ હોવાની બુમો ઉઠી છે. સ્થાનિકો રોડ રસ્તા,ગંદકી અને પ્રાથમિક સુવિધાને લઇ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, આ અંગે અનેકવાર સ્થાનિક નગર સેવકો તેમજ નગર પાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્રની ઉદાસીનતાને પગલે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વહેલી તકે તંત્ર વિકાસનો રથ આ વિસ્તારમાં ફેરવી વિકાસ કરે તેવી માંગ ઉઠી છે ત્યારે તંત્ર પોતાની આળસ ખંખેરી યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...