તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચ નગરપાલિકાના સભ્ય અને નવનિયુક્ત ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનો સન્માન સમારંભ યોજાયો હતો.ત્યારે પાલિકામાં કોરોના મહામારીના કારણે સામાન્ય સભા નહીં યોજાય અને તેમની પાર્ટીના જિલ્લા પ્રમુખનો સન્માન સમારોહ યોજાય તેવા આકરા પ્રહારો અને આક્ષેપો વિપક્ષે કર્યા હતા.પાલિકાના સામાન્ય સભા પર કોરોના મહામારીની પાબંદી લગાવાઇ હતી. જ્યારે નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખના સન્માન સમારોહને કોરોના મુક્ત રખાયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.
ભરૂચ પાલિકાના ભાજપના નગર સેવક અને હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક પામેલા મારૂતિસિંહ અટોદરિયાને અનેક શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી રહ્યા છે.ત્યારે શુક્રવારના રોજ ભરૂચ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાની કેબીનમાં શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં પાલિકામાં હાજર રહેલા વિવિધ કમિટીઓના ચેરમને અને સભ્યોએ હાજર રહીને તેમને ફુલહાર અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.મારુતિસિંહે તમામ હાજર સભ્યોનો આભાર વ્યકત કરીને આવનારા સમયમાં પાર્ટીને મજબૂત કરવા સૂચનો આપ્યા હતા.
હવે પાલિકા પ્રમુખને કોરોના ફેલાવાનો ડર નથી..?
ભરૂચ નગરપાલિકાના પ્રમુખે કોરોના મહામારીનું બહાનું આગળ ધરી સામાન્ય સભા નથી બોલાવી પરંતુ તેમના પક્ષના જિલ્લા નવનિયુક્ત પ્રમુખનો સન્માન સમારંભ રાખી શકાય છે.ત્યારે પ્રમુખને કોરોના ફેલાવાનો ડર નથી લાગતો હોવાના આકરા પ્રહારો કર્યા હતા.- સમસાદઅલી સૈયદ, વિરોધ પક્ષના નેતા
વિપક્ષ હરહંમેશ વિરોધ અને આક્ષેપો જ કર્યા કરે છે
વિપક્ષ હરહંમેશા વિરોધ કરી રહ્યું હોય તેવા આક્ષેપ પ્રમુખે કર્યા હતા.તદુપરાંત વિપક્ષો જાતે જ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા અને આજે ભરૂચ કલેકટર કચેરી ખાતે વિપક્ષીઓ આવેદનપત્ર માટે ઉપસ્થિત રહ્યા હતા.અમે કોઈ સન્માન સમારોહ રાખ્યો ન હતો અમને ખબર પડી કે પાલિકાના સભ્ય અને અમારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પાલિકામાં મુલાકાતે આવવાના છે એટલે અહીંયા હાજર અમારા સભ્યોએ તેમનું ફુલહારથી સન્માન કર્યું હતું.અમારે મોટો કાર્યક્રમ કરવો હોય તો હોલમાં પણ રાખી શક્યા હોત. - સુરભી તમાકુવાલા, પ્રમુખ,નગરપાલિકા,ભરૂચ
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.