• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Know The 'Dhara' Standard And Qualification Of Bharuch's Future MLA, Panch Chopdi Passes Congress's Jayakant Patel, A Businessman With A Farmer.

ત્રણેય પાર્ટીના ઉમેદવારો કરોડપતિ:જાણો ભરૂચના ભાવિ MLAનું 'ધારા' ધોરણ અને લાયકાત, પાંચ ચોપડી પાસ કોંગ્રેસના જયકાંત પટેલ ખેડૂત સાથે વેપારી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના 2.93 લાખ મતદારો પોતાનો કિંમતી મત આપી જેને 5 વર્ષ માટે ભાવિ MLA બનાવનાર છે તે ભરૂચના ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવારો કરોડપતિ છે.

ભાજપના ઉમેદવારને 8 દુકાન, મકાન અને 16 તોલા સોનું
વર્ષ 2002માં ધારાસભ્ય રહી ચૂકેલા BJPના 60 વર્ષીય ઉમેદવાર રમેશ મિસ્ત્રી ધોરણ 11 પાસ છે. છૂટક કોન્ટ્રકટર છે. જેમની સામે બે પોલીસ કેસ થયેલા છે. આ વખતે રીટર્નમાં તેમની આવક રૂપિયા 2.17 લાખ અને પત્નીની રૂપિયા 5 લાખ બતાવી છે. તેમના પત્ની સસ્તા અનાજની દુકાનના સંચાલક છે. બન્ને પાસે સંયુક્ત 16 તોલા સોનું, 8 દુકાન, મકાન મળી કુલ રૂપિયા 1.96 કરોડની સંપત્તિ છે. જોકે એક પણ બેંક લોન કે દેવું નથી.

કોંગ્રેસના ઉમેદવાર પાસે રૂ. 3.88ની મિલકત, 8 લાખની બેંક લોન
કોંગ્રેસના 59 વર્ષીય ઉમેદવાર જયકાંત પટેલ અંકલેશ્વરના માંડવા ગામમાં રહે છે. તેઓ ધોરણ 5 સુધી ભણેલા છે. ખેતી અને વેપાર કરે છે. પત્ની પાસે 20 તોલા સોનુ છે. ખેતીની જમીન, રહેણાંક મળી તેમની પાસે કુલ રૂપિયા 3.88 કરોડની સ્થાવર અને જંગમ મિલકત છે. ફાઇલ કરેલા રીટર્નમાં રૂપિયા 5.43 લાખની આવક આ વર્ષે બતાવી છે. માથે ₹8 લાખની બેંક લોનની જવાબદારી છે.

આપના ઉમેદવાર પાસે રૂપિયા 1.39 કરોડની સંયુક્ત સંપત્તિ
આપના 63 વર્ષીય મનહર પરમાર સેલ્ફ બિઝનેસ કરે છે. તેમની પત્ની ખેડૂત અને ટ્રેડર છે. રીટર્ન ફાઇલમાં તેમની આવક ₹4.84 લાખ અને પત્નીની 3.21 લાખ દર્શાવી છે. તેમની પાસે 14 લાખની કાર, મકાન, ખેતી જમીન, કુલ 30 તોલા સોનું સહિત પતિ-પત્નીના નામે ₹1.39 કરોડની મિલકત છે. જ્યારે પત્નીની 5 લાખની ગોલ્ડ લોન અને તેમની 25 હજારની કાર લોનનું દેવું દર્શાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...