મોતની દોરી:ભરૂચમાં પતંગની દોરી જીવલેણ બની, વધુ એક આધેડ અને યુવાનનું ગળુ કપાતા હોસ્પિટલમાં, કાલે મહિલાએ જીવ ગુમાવ્યો હતો

ભરૂચ4 મહિનો પહેલા
  • હરિદ્વાર સોસાયટી પાસે એક્ટિવા પર જ જતા આધેડના ગળામાં દોરી આવી ગઇ
  • શનિવારે ભોલાવ બ્રિજ ઉપરથી દીકરીને લઈ જતી માતાનું ગળું કપાતા મોત થયુ હતું

ભરૂચ જિલ્લામાં હજી ઉત્તરાયણ અને સરકારનું પક્ષીઓ માટે કરૂણા અભિયાન શરૂ થયું નથી. તે પહેલાં જ પતંગના દોરાથી ગળું કપાવાની 19 કલાકમાં બીજી ઘટના સામે આવી છે. શનિવારે ભોલાવ બ્રિજ ઉપરથી એક્ટિવા પર દીકરીને લઈ જતી માતાનું ગળું કપાતા તેનું મોત નિપજ્યું હતુ, જ્યારે દીકરી ઇજાગ્રસ્ત થઇ હતી. જ્યારે આજે હરિદ્વાર સોસાયટી પાસે એક્ટિવા પર જ જતા આધેડના ગળા ઉપર દોરી આવી જતા ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે શનિ પટેલ નામના એક યુવાનનું પણ ધારદાર દોરીથી ગળું કપાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

આજે યુવક અને આધેડ ઇજાગ્રસ્ત થયા
આજે યુવક અને આધેડ ઇજાગ્રસ્ત થયા

આધેડ અને યુવક સારવાર હેઠળ
આજે સવારે પતંગના દોરાએ ભોલાવના વધુ એક વ્યક્તિની જીવાદોરી કપાતા કપાતા રહી ગઇ છે. જીવનદીપ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખ કાનજીભાઈ પરમાર એક્ટિવા ઉપર કામ અર્થે નીકળ્યા હતા. હરિદ્વાર સોસાયટી નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવી જતા ઇજાગ્રસ્ત થયા હતા. જેમને 108માં સિવિલ હોસ્પિતલમાં સારવાર માટે લઇ જવાયા છે. જ્યારે યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

મૃતક અંકિતા હિરેનકુમાર મિસ્ત્રીની ફાઇવ તસવીર
મૃતક અંકિતા હિરેનકુમાર મિસ્ત્રીની ફાઇવ તસવીર

ગઇકાલે મહિલાના ગળામાં દોરો આવતાં મોત થયું હતું
શનિવારે સાંજે ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી તેમની 9 વર્ષની પુત્રીને લઈ શક્તિનાથ આવી રહ્યાં હતાં. જ્યાંથી તેઓ વેજલપુર સાસરીમાં જવાના હતા. એક્ટિવા ઉપર તેઓ ભોલાવ ભૃગુરૂષી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અચાનક પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવ્યો હતો.

પતંગના ઘાતક દોરાએ તેમનું ગળું કાપી નાખતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. 108માં અંકિતાબેનને સિવિલ હોસ્પિટલ લવાયા હતા. જોકે, સારવાર મળે તે પેહલા જ તેઓનું મૃત્યુ થયું હતું. બાળકી સામે જ માતાનો જીવ જવાની કરૂણાંતિકા સર્જાતા મિસ્ત્રી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...