ભરૂચ જિલ્લામાં મૃત્યુ પછી અંગદાન વિશે જનજા ગૃતિ લાવવા માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. સાંપ્રત સમયમાં મૃત્યુ પછી અંગદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહયાં છે. તાજેતરમાં સુરત મહા ગરપ ાલિકાના સફાઇ કર્મચારીના જુવાનજોધ પુત્રના મૃત્યુ બાદ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. બ્રેઇન ડેડ જાહેર કરાયેલાં યુવાનનું હદય અંકલે ્વરના યુવાનમાં ધબકી રહયું છે જયારે તેના લીવરનું ભરૂચના એક વ્યકતિમાં ટ્રાન્સ પ્લાન્ટ કરાયું છે.
આમ મૃત્યુ પછી યુવાને અનેક લોકોને નવજીવન આપ્યું છે. ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અંગદાન, દેહદાન અને નેત્રદાન માટે જાગૃતિ લાવવાના આશયથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. વિવિધ શાળ ઓના બાળકો તથા શહેરના આગેવ ાનોએ પતંગો ચગાવી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહેમ ાનોએ હાજર રહી લોકોને અંગદ ાનના અભિય નમાં જોડાવા માટે હાકલ કરી હતી.
ભરૂચ જિલ્લામાંથી એક વર્ષમાં 8 અંગોનું દાન કરાયું
ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો વર્ષ 2021-22ના વર્ષમાં 4 કિડની, 2 લિવર અને 2 કોરનિયા મળી કુલ 8 અંગોનું દાન કરાયું છે. આ અંગો બે બ્રેઇન ડેડ જાહેર થયેલાં દર્દીઓના હતાં. તેવી જ રીતે વર્ષ દરમિયાન 80 નેત્રદાન અને 03 દેહદાન કરવામાં આવ્યાં છે તેમ સંસ્થાના ગૌતમ મહેતાએ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં લોકોમાં અંગદાન, નેત્રદાન અને દેહદાન માટે જાગૃતિ આવે તેવા શુભ આશયથી પતંગોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ શાળાઓના બાળકો તથા ભરૂચવાસીઓએ ઉત્સાહભેર ભાગ લઇ જાગૃતિ બતાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.