• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Kinnaro, The Country's Only Circumnavigation Of The Narmada River, Reached Bharuch, Along With Guru And Two Chelas, The 10 member Team Of Kinnaro, Including A 6 year old Child, Reached Bharuch.

કિન્નરો ભરૂચ પહોંચ્યા:દેશની એકમાત્ર નર્મદા નદીની થતી પરિક્રમા નીકળેલા કિન્નરો ભરૂચ પહોંચ્યા, ગુરૂ અને બે ચેલા સાથે કિન્નરોના 10 સભ્યોના દળમાં 6 વર્ષનું બાળક પણ સામેલ

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુંવારી ગણાતી નર્મદા નદીની પરિક્રમાએ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અબાલ, વૃદ્ધ, મહિલા સહિત સાધુ સંતો નર્મદાની પરિક્રમા કરી ઔલોકીક આંનદ અને શાંતિની પ્રાપ્તિ કરે છે. એકમાત્ર નર્મદા નદીની થતી પરિક્રમા કરવા ઇતિહાસમાં 3 કિન્નરો 10 સભ્યોના જૂથને લઈ નીકળ્યા છે. જેઓ હાલ ભરૂચ જિલ્લામાં પ્રવેશી અંગારેશ્વર નદી કિનારે પોહચ્યા છે. કિન્નર સમાજ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર માં નર્મદા પરિક્રમાની અનોખી શરૂઆત કરતા અંગારેશ્વર ગામ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાવન સલિલ માં નર્મદાની પરિક્રમાનું ખુબ મહત્વ છે. માત્ર નર્મદા નદી જ એક એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે સાધુ સંતો તેમજ અન્ય લોકો નર્મદા પરિક્રમા કરતા હોય છે પરંતુ કિન્નર સમાજ દ્વારા નર્મદા પરિક્રમાની શરૂઆત પહેલીવાર જોવામાં આવી છે. આજે મંગળવારે કિન્નર સમાજ નર્મદા પરિક્રમા કરતા કરતા અંગારેશ્વર ગામે પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

MP ના બૈતુલ જિલ્લાના શાહપુર ગામથી કિન્નર ગુરુ કાજલ તેમના 2 કિન્નર ચેલા સાથે 10 સભ્યોના જૂથને લઈ 12 ફેબ્રુઆરીથી નર્મદા પૂરમ ખાતેથી પરિક્રમાની શરૂઆત કરી છે. જેઓના ગ્રુપમાં એક 6 વર્ષનું બાળક પણ છે. કિન્નર ગુરૂ કાજલે પરિક્રમા દરમિયાન અનેક ચમત્કારિક અનુભવો થઈ રહ્યા હોવાનું કહ્યું છે.

સાથે કિન્નર સમાજ પણ નર્મદા પરિક્રમા કરે તેવા અતૂટ વિશ્વાસ સાથે માં નર્મદામાં કિન્નરોને પણ શ્રદ્ધા હોવાનો સંદેશ પાઠવ્યો છે. ખોડલધામ અંગારેશ્વર ખાતે મહેશ પરમાર દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે 24 કલાક ભોજન તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...