અપહરણ:જંબુસરની સગીરાનું લગ્ન કરવાની લાલચે અપહરણ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાના સંબંધીનો પુત્ર જ ભગાડી ગયો

જંબુસર તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી સગીરાને તેના સંબંધીના પુત્રએ જ લગ્નની લાલચ આપી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. જંબુસરમાં આવેલાં એક ગામમાં રહેતી એક મહિલાના પિતાને લખવાની બિમારી હોઇ તે તેની પુત્રી સાથે પિયરે રહેતી હતી. દરમિયાનમાં તેમને એક લગ્ન પ્રસંગમાં જવાનું હોઇ તેઓ ત્યાં ગયાં હતાં. જ્યાંથી પરત આવતાં તેમની પુત્રી ઘરે જણાઇ ન હતી.

આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાંય તેના કોઇ સગડ મળ્યાં ન હતાં. અરસામાં તેમની પુત્રી તેમના કાકાના પુત્ર સાથે મોબાઇલ પર સતત વાતચિત કરતી હોઇ તેમજ તેમની વચ્ચે પ્રેમસંબંધ હોવાથી તેમને શક જતાં તેમણે કાકાને ત્યાં તપાસ કરતાં ત્યાંથી તેમનો કાકાનો પુત્ર પણ ભાગી ગયેલો હોવાનું માલુમ પડ્યું હતું.

તેમના મોબાઇલ નંબર પર સંપર્ક કરવાની કોશિષ કરતાં તે પણ બંધ આવતો હતો. તેમના કાકાના પુત્રએ તેમની પુત્રીને લગ્નની લાલચ આપી સગીરવયની હોવા છતાં વાલીપણામાંથી ભગાડી ગયો હોવાનું જણાતાં તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તેમને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...