તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઝઘડિયામાં અપહરણ થયું, વાલિયા-નેત્રંગ પોલીસને સતર્ક કરી, 1.30 કલાકમાં જ અપહૃતને મુક્ત કરાવ્યો

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઆરપી કોન્સ્ટેબલ સહિત 6 શખ્સોએ મહંતના ડ્રાઇવરનું અપહરણ કર્યુ, આરોપી ગણતરીના કલાકમાં જ પકડાયાં
  • અપહરણ કર્તાઓ પૈકી બે જણાએ દોઢ વર્ષ પહેલા આપેલા 13.50 લાખ રૂપિયાની લેન-દેનમાં કારસો રચ્યો હતો

ઝઘડિયાના સરપેશ્વર મંદિરના મહંતના ડ્રાઇવરનું અપહરણ બાદ ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી માત્ર દોઢ કલાકમાં જ તમામ અપહરણ કર્તાઓને ઝડપી પાડી અપહ્યુતને છોડાવ્યો હતો. અપહરણકર્તાઓ પૈકી બે જણાએ દોઢેક વર્ષ પહેલાં જેસપોરના ભુતનાથ બાપુ અને તેમના ડ્રાઇવરને કોઇ હેતુથી 13.50 લાખ રૂપિયા આપ્યાં બાદ મહંતનુ મોત થયું હતું. જેના પગલે ડ્રાઇવરનું અપહરણ કરી તેમના રૂપિયાની માંગ કરી હતી.

અપહૃત
અપહૃત

ઝઘડિયા તાલુકામાં આવેલાં જેસપોર ગામે રહેતાં ભુતનાથ બાપુને ત્યાં વ્યારાનો કિરણ નટુ ચૌધરી આવતો હતો. તેણે તેમને ગુરૂ માન્યાં હતાં. દરમિયાનમાં દોઢેક વર્ષ પહેલાં કિરન ચૌધરીએ તેમને કોઇ હેતુસર રૂપિયા 13.50 લાખ આપ્યાં હતાં. જોકે, બાદમાં તેમનું દેહાંત થઇ જતાં તેમના રૂપિયા અટવાયાં હતાં. રૂપિયાની લેવડ-દેવડમાં તેમનો ડ્રાઇવર જીતેન્દ્ર ઉર્ફ ચીન્ટુ પપ્પુ જૈન પણ સંડોવાયેલો હોઇ ગઇકાલે સાંજે કિરણ નટુ ચૌધરી તેમજ તેના 5 સાગરિતોએ સર્પેશ્વર મંદિરના રસ્તા પર આવેલાં માનવ સ્કૂલ પાસેથી જીતેન્દ્ર ઉર્ફે ચિન્ટુનું અપહરણ કરી તેની ફોર્ચ્યુનર પણ લૂંટી ત્યાંથી રફૂચક્કર થઇ ગયાં હતાં.

અપહરણ અંગે ઝઘડિયા પોલીસને રાત્રીના 9.30 કલાકના અરસામાં જાણ થતાં પીઆઇ પી. એચ. વસાવાએ તુરંત એક્શનમાં આવી ડીવાયએસપી ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ વાલિયા અને નેત્રંગ પોલીસને સતર્ક કરી હતી. ઉપરાંત સૂરત જીલ્લાની પોલીસને પણ સતર્ક કરવામાં આવી હતી. અરસામાં રાત્રીના 11 વાગ્યે નેત્રંગ અને વાલિયા પોલીસની ટીમે ગુંદિયા-મૌઝા રોડ પરથી અપહરણકર્તાઓની કારને ઝડપી પાડયાં હતાં.

અપહરણ કર્તાઓની કાર
અપહરણ કર્તાઓની કાર

આઇપીસીની કઇ કલમ લાગી, સજાની જોગવાઇ
કલમ સજાની જોગવાઇ
395 - ધાડ માટે આજિવન કેદ અથવા
10 વર્ષની સખત કેદ અને દંડ
364 - હત્યા માટે અપહરણ અથવા
અપનયન કરવા માટે 8થી 10
વર્ષ સુધીની સખત કેદ
342 - ગેરકાયદે અટકાયત માટે 1 વર્ષ
સુધીની કોઇપણ પ્રકારની કેદ
120બી - ગુનાઇત કાવતરુ કરવું,
આજીવન કેદ અથવા બે કે તેની
વધુ વર્ષની કેદ

અપહરણના ગુનામાં ઝડપાયેલાં આરોપીઓના નામ
કિરણ નટુ ચૌધરી - વ્યારા
સુનિલ ગામીત - વ્યારા
યોગેશ રમણ - માંડવી
પ્રભાત વસાવ - ગુંદિયા
મંગુ રામસિંગ વસાવા - ગુંદિયા
દિપકસિંગ ચૌધરી - ગુંદિયા

તાંત્રિક વિધી માટે રૂપિયા આપ્યાંનું અનુમાન
વ્યારા ખાતે રહેતો કિરણ નટુ ચૌધરી જેસપોરના ભુતનાથ બાપુનો ચેલો હતો. દોઢેક વર્ષ પહેલાં એકના ડબલ કે પછી રૂપિયાનો વરસાદ કરવા જેવી તાંત્રિક વિધી માટે 13.50 લાખ રૂપિયા આપ્યાં હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે, અપહ્યુત જિતેન્દ્રની પુછપરછ બાદ મામલો વધુ સ્પષ્ટ થશે.

અપહૃતની કાર ગુંદિયા ગામે સંતાડી હતી
અપહરણકારોએ અપહ્યુત જિતેન્દ્રને તેમની કારમાં બંધક બનાવી તેમના ત્રણ સાગરિતો ગુંદિયા ગામના વતની હોઇ ત્યાં લઇ જતાં હતાં. ત્યારે તેની કારથી તેઓ પકડાઇ ન જાય તે માટે તેમણે તેની ફોર્ચ્યુનર ગામની સીમમાં એક ખેેતરમાં સંતાડીને ત્યાંથી સૂરત ભાગવાની ફિરાકમાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser