જિલ્લાનું ગૌરવ વધાર્યું:નવી દિલ્હી ખાતે આયોજીત નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ સિલ્વર મેડલ મેળવ્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતનું ગૌરવ ખુશી ચુડાસમા પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે શૂટિંગમાં પણ છે અવ્વલ
  • શૂટિંગ ચેમ્પિયનશિપની અલગ-અલગ ઈવેન્ટમાં અત્યાર સુધીમાં 30થી વધુ મેડલ પાપ્ત કર્યા

નવી દિલ્હી ખાતે આયોજીત 20 મી કુમાર સુરેન્દ્રસિંહ મેમોરીયલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ આઈએસએસ મેચમાં ભરૂચ જિલ્લાની ખુશી ચુડાસમાએ ઓલ ઇન્ડિયામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. 50 મીટર થ્રી પોઝીશન જુનિયર વુમન કેટેગરીમાં ઓલ ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે. ખુશી ચુડાસમાએ પોતાનો પર્સનલ બેસ્ટ સ્કોર 580/600 ચેઝ કરી પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે. ખુશી ચુડાસમા છેલ્લા ત્રણ વર્ષથી સતત તેની કેટેગરીમાં ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બની છે. ત્યારે હવે નેશનલમાં પણ આ ગુજ્જુ ગર્લ આવનાર સમયમાં પોતાનું આધિપત્ય જમાવી શકે છે.

રાજ્યનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું
પારુલ યુનિવર્સિટી વડોદરા ખાતે બી ટેક કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી ખુશી ચુડાસમાને "ભરૂચ રત્ન" એવોર્ડથી પણ ભૂતકાળમાં સન્માનિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ખુશી ચુડાસમાએ જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપની અલગ-અલગ ઈવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્સ મળી કુલ 30થી વધુ મેડલ હાંસલ કરી રાજ્યનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ભરૂચ જિલ્લા રાયફલ ક્લબ માટે તેણીના માતા-પિતા, કોચ મિત્તલ ગોહિલ, ભરૂચ જિલ્લા રાયફલ એસોસીએશનના સેક્રેટરી અજય પંચાલ, પ્રેસિડેન્ટ અરુણસિંહ રાણા અને ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિએશનનો આભાર માને છે કે, ભરૂચ જિલ્લાને અત્યાધુનિક શૂટિંગ રેન્જ મળી છે.

સેમિફાઇનલમાં પ્રથમ અને ફાઇનલમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો
ભરૂચની ખુશી ચુડાસમા નેશનલ લેવલે સેમિફાઇનલમાં પ્રથમ અને ફાઇનલમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યુ છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પૂર્વ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ડૉ.લીના પાટીલ, પૂર્વ રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા પણ જિલ્લાના રમતવીરોને અને ખુશી ચુડાસમાને પ્રોત્સાહિત કરી અવારનવાર માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે.
ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેવાનું સપનું
ખુશી ચુડાસમા હાલ તેના કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ ભરૂચમાં શૂટિંગ રેન્જ ખાતે તૈયારી કરી રહી છે. ખુશી ચુડાસમાનું લક્ષ્ય આગામી દિવસોમાં આવનાર રાયફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લઈ ઇન્ડિયન ટીમમાં સ્થાન મેળવવાનો છે.

અન્ય સમાચારો પણ છે...