નિર્ણય:ભરૂચ શહેરમાં રમતગમતને પ્રોત્સાહન આપવા ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરાશે

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રત્યેક રમત દીઠ એક વખત રૂ.5 લાખની સહાય આપવામાં આવશે

ભારત સરકારના રમત ગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ભારત ભરમાં એક હજાર ખેલો ઈન્ડિયા સેન્ટર જિલ્લા કક્ષાએ શરૂ કરવા માટે યોજના અમલમાં આવ્યો છે. ઓલમ્પિક-2024ને ધ્યાને લઈ(આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન બોક્સિંગ, સાયકલિંગ ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટિંગ,સ્વિમિંગ,ટેબલ ટેનિશ,વેઇટ લિફ્ટિંગ,કુસ્તી) જેવી 14 રમતોનો સમાવેશ કરાયો છે.

ભુતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે.પ્રત્યેક રમત દીઠ એક વખત રૂ.5 લાખ સહાય અપાશે.ત્યાર બાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન,નવા રમતના સાધનો ખરીદી કરવા,સ્પોર્ટ્સ કીટ,સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂ.5 લાખ રહશે.

ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા અંગે દરેક ભૂતપુર્વ વિજેતા ખેલાડી હાલ રમતનું પ્રશિક્ષણ આપતા હોય કે જેઓની જરૂરી લાયકાત વ્યક્તિગત કે ટીમ ઇવેન્ટમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અથવા એશોસીએસન હેઠળ આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય, સિનિયર નેશનલ ટુર્નામેન્ટમાં રાજયનું પ્રતિનિધિત્વ કરેલો હોય અથવા ખેલો ઈન્ડિયા ગેમ્સમાં ભાગ લીધેલ હોવો જોઈએ. જેઓની ઉંમર 40 વર્ષથી નીચે અને પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી સ્પોર્ટ્સ એકેડમી,સંસ્થાઓ,શાળાઓ પોતાની દરખાસ્તો ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીએ ખાતે 26 મી મે 2021ના સાંજના 5 કલાક સુધી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મોકલી આપવાના છે.ઓનલાઈન અરજી ફોર્મ nsrs.kheloindia.gov.in પરથી રજીસ્ટ્રેશન કરી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...