તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોડફોડ:ઝગડિયાના ઉંટીયા ગામ નજીક ધંધાની રીસ રાખી એ.એમ.સી. પ્લાન્ટમાં તોડફોડ કરતા ફરિયાદ નોંધાઇ

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલોસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી

ઝગડિયા તાલુકાના ઉંટીયા ગામ નજીક દિનેશ રવજી વસાવા તથા તેઓના મિત્રો દ્વારા એ.એમ.સી. પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન નજીકમાં જ એ.એમ.સી. પ્લાન્ટ ધરાવતા જૈમીન પટેલને ધંધાકીય નુકસાન જાય તેમ હોઈ તેઓએ ધંધાકીય અદાવતની રીસ રાખી તેઓના મળતિયાઓ હિતેશ પટેલ, સત્તાર જાડિયો, યુનુસ ટાઈગર. પ્રકાશ દ્વિવેદી, કાલુ, કરણ વસાવા સહીતના ઇસમોએ તેઓના પ્લાન્ટ ઉપર જઈ તોડફોડ મચાવી હતી. અને લાખો રૂપિયાનું નુકસાન પહોચાડ્યું હતું. જે અંગે દિનેશ વસાવાએ ઝગડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જૈમીન પટેલ વિરુદ્ધ તાજેતરમાં જ અંકલેશ્વર ખાતે પણ મારામારી તેમજ લુંટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે આ માથાભારે ઇસમ કયા રાજકીય આગેવાનની છત્રછાયા હેઠળ બચી રહ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...