ખાતમુહૂર્ત:કસક ગરનાળાનું 36.39 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરી શહેર જિલ્લાના પ્રસિદ્ધ પોસ્ટરો લગાવીને સુશોભિત કરાશે

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ નગરપાલિકાએ સેવા સપ્તાહ અંતર્ગત 1.50 કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્ત કર્યું

નગરપાલિકાએ ચૂંટણીનું સીમાંકન જાહેર થતા અને આગામી દિવસોમાં નગરપાલિકાઓની ચૂંટણીની તારીખો પણ જાહેર થવાની છે.જેથી પાલિકા દ્વારા શહેરમાં બાકી રહેલા વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.17 મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ દ્વારા જન્મ દીવસને સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.જેના ભાગરૂપે મંગળવારના રોજ સાંજના ભરૂચ પાલિકાએ શહેરના ધોળીકુઇ વિસ્તારમાં આવેલી શાળાના નવા મકાનનું લોકાર્પણ કર્યું હતું.

ત્યાર બાદ શહેરના કસક વિસ્તારમાં આવેલા ગરનાળાનું બ્યુટીફીકેશન માટે 36.39 લાખના ખર્ચે સુશોભીત કરવામાં આવશે.જેમાં ગરનાળાનું બ્યુટીફીકેશન કરીને શહેર જિલ્લાના પ્રસિધ્ધ પોસ્ટરો લગાવીને સુશોભીત કરવાની કામગીરી શરૂ કરાઈ છે.તેમજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ખાતે લેબરૂમ અને સ્ટોરરૂમ બનાવવા 45.13 લાખ ફાળવવામાં આવ્યા છે.જ્યારે ફાટાતળાવથી કતોપોર થઈને ચાર રસ્તા સુધી પીવાના પાણીની 350 એમએમ ડાયામીટરની પાઇપલાઈન નાખવા 49.06 લાખના ખર્ચે મળીને કુલ રૂપિયા 1.50 કરોડના ખર્ચે થનારા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિતના આગેવાનોની હાજરીમાં કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...