ઝઘડિયામાં વીજ કર્મચારીનું કરંટ લાગતાં મોત:કરાર ગામની સીમમાં સમારકામ કરતો હતો ને અચાનક કરંટ લાગ્યો, સારવાર મળે તે પહેલાં જ મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • -

ઝઘડિયા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં ઝઘડિયા તાલુકાના તેજપુર ગામના વતની રવિન્દ્ર દિનેશભાઈ વસાવા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આજરોજ રવિન્દ્ર વસાવા તેમની ટીમ સાથે પોરા ગામના ફીડર ના કરાર ગામની સીમમાં વીજ સમારકામ માટે ગયા હતા. કરાર ગામની સીમમાં સમારકામ દરમિયાન અચાનક રવિન્દ્રભાઈ વસાવાને વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને અર્ધ બેભાન અવસ્થામાં આવી ગયા હતા. તેમની સાથેના અન્ય વીજર્મીઓએ તાત્કાલિક સારવાર અર્થે અવિધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અવિધા હોસ્પિટલના તબિબે તેમને‌ મરણ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...