ભરૂચથી 16 કિલોમીટર દૂર સુપ્રસિધ્ધ યાત્રાધામ કબીરવડ આવેલું છે.અહીંયા સંત કબીરે દાતણ કરીને રોપેલી ચીરીમાંથી ઉગેલી ઘનઘોર વડો આવેલા છે.આ વડવાઈઓ અને કબીર મંદિરના દર્શન કરવા ગુજરાત ભરમાંથી ઘણા પ્રવાસીઓ દર્શનાર્થે આવતા હોય છે.પરંતુ મઢીઘાટના સામે પાર આવેલા કબીરવડ એટલે કબીર મંદિર અને વડની વડવાઈઓ જોવા માટે નર્મદા નદીને હોડી મારફતે પાર કરીને જવું પડે છે.જેના માટે જિલ્લા પંચાયત દ્વારા તબક્કાવાર હોડીઘાટની હરાજી કરી કોન્ટ્રાકટ આપ્યો છે.
આ વર્ષેનો કોન્ટ્રાકટ અંકલેશ્વરની રાજયોગ કંપનીને આપવામાં આવ્યો હતો. જો કે કોન્ટ્રાક્ટરે છેલ્લા 2 વર્ષથી હોડીઘાટના નાંણા જમા નહીં કરાવ્યા હતા. મામલાની જાણ નવા આવેલા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચોધારીને થતા તેમણે નાંણાની વસુલાત માટે એક ટિમ કબીરવડ મોકલી પરંતુ કોન્ટ્રાકટરે નાણાં જમા નહીં કરાવતા હોડી ઘાટ બંધ કરી હોડીઘાટ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેરના હસ્તક કર્યો છે.જેના કારણે દર્શનાર્થે આવેલા અનેક યાત્રાળુઓ સામે પાર કબીરવડ નહીં જઈ શક્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.