આયોજન:ભરૂચની કે. જે. ચોક્સી લાયબ્રેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની કે. જે. ચોક્સી લાયબ્રેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ શહેરમાં આવેલી કે.જે.ચોક્સી લાયબ્રેરી ખાતે અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા આવતા હોય છે.આપણે જો દુનિયાની માહિતી મેળવવા જઈ તો ખરે ખર એક જીવન પણ ઓછું પડે તે સ્વાભાવિક છે.ત્યારે ભરૂચની કે.જે.ચોક્સી લાયબ્રેરીમાં UPSC અને GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે લાયબ્રેરીના ગ્રંથપાલ નરેન સોનારે યોગ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં વર્ષ 2018ના ગુજરાત કેડરના આઈપીએસ વિકાસ સુંડા તેઓ હાલમાં ભરૂચમાં એએસપી તરીકે ફરજ નિભાવી રહ્યાં છે.

એએસપી વિકાસ સુંડાની હાજરીમાં શનિવારે કે.જે.ચોક્સી પબ્લિક લાયબેરી ખાતે UPSC અને GPSCની તૈયારી કરતાં વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં યથા યોગ્ય તૈયારી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સાથે સાથે તેમણે સ્વસ્થ મન સાથે પરીક્ષાનો ડર રાખ્યા વિના કેવી રીતે સફળ થવું એનું માર્ગદર્શન આપ્યું હતું.વધુમાં તેમણે વિધાર્થીઓને જ્યાંથી જ્ઞાન મળે તે મેળવી પુસ્તકીય જ્ઞાન વધુ લેવા આગ્રહ કર્યો હતો.આ પ્રસંગે ગ્રંથપાલએ આઇપીએસ વિકાસ સુંડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...