ભરૂચની કે. જે. ચોક્સી પબ્લિક લાયબેરી તેની અનોખી સાહિત્યિક પ્રવૃત્તિ માટે જાણીતી છે. અને આવા જ આશયથી લાયબ્રેરીએ એક અનોખી પહેલના રૂપે લાયબ્રેરીના ગ્રંથપાલની ટીમ ભરૂચની કલરવ શાળા (માનસિક વિકલાંગ બાળકોનું વિકાસ કેન્દ્ર) છે ત્યાં પહોંચી અને કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી વતી પુસ્તકોની પુસ્તકોની ભેટ આપી. એટલું જ નહીં પણ બાળકોને વાર્તા કહેતા કહેતા ગમ્મત પણ કરાવી. વાંચનનું મહત્વ આપણાં માનસિક વિકાસ માટે કેટલું જરૂરી છે એ પણ સમજાવ્યું. બાળકોને તેઓના રોજના કાર્યક્ર્મથી કઇંક અલગ પ્રવૃત્તિ થતી જોઈ પણ ખૂબ જ આનંદ આવ્યો.
બાળકોને પુસ્તક ભેટ આપવાનો આગ્રહ રાખવો જોઈએ
તા. 14 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે છે. આ દિવસ વર્ષ 2012થી ઉજવામાં આવે છે. બાળકને રોજ કઇંક નાની મોટી ભેટ આપવાનું રાખીએ. જે સામાન્યત: ઘરમાં જ મળી રહેતી હોય જેમ કે ચોકલેટ. તેની સાથે સાથે એકાદ પુસ્તક પણ બાળકોને ભેટ આપવાનો આગ્રહ રાખવો જોઈએ.
બાળપણની યાદો ઉજવવાનો પણ એક દિવસ નક્કી હોવો જોઈએ
બાળકોમાં વાંચનની રુચિ આપણે કેળવવી પડશે. પહેલા તો ડિજિટલ વ્યસનથી થોડા દૂર રહેવું પડશે. પછી જ બાળકને તમારામાં વિશ્વાસ બેસશે બાળકોમાં વાંચનની રુચિ કેળવાય તે માટે વધારે મહેનત કરવી પડશે. અત્યારની પરિસ્થિતીમાં બાળકને મોબાઈલ અને ટીવીના વ્યસનથી છોડાવવાનું કાર્ય એક ભારથી કાર્ય છે. ફક્ત ઓનલાઈન શિક્ષણ પૂરતું તેઓ ઉપયોગ કરે તેની જવાબદારી ઉપાડવી જ રહી. આ જ ઉંમર છે કે તેઓ તમારા સૂચનો મુજબ વળી શકશે. એ સમયગાળો છૂટી ગયા પછી રોંદણાં રડવા નિરર્થક છે.- નરેન્દ્ર કે સોનાર, ગ્રંથપાલ,કે જે ચોક્સી પબ્લિક લાયબેરી-ભરૂચ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.