આજે બુધવારના રોજ જુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન અને વિલાયત ગ્રામ પંચાયત દ્વારા ભુખી ખાડી ઉપર ચેકડેમના કામનું ખાતમૂર્હુત કરાયુ હતું. જૂના ચેકડેમનું રિનોવેશન કરી મજબુત બનાવવાનો સંપૂર્ણ ખર્ચ જુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન ઉઠાવશે. નોંધનીય છે કે ચેકડેમના નિર્માણથી વિલાયત અને આસપાસના ગામોને પાણીની હાલાકીથી રાહત મળશે.
આ ખાતમૂર્હુત પ્રસંગે જુબિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ SEZના સાઈટ હેડ અતુલ શર્મા, જુબિલન્ટના નિર્મલસિંહ યાદવ, વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ સૈયદ હસનઅલી, ગામના આગેવાન ચંદ્રકાંત પટેલ અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતાં.
નોંધનીય છે કે ચેકડેમના નિર્માણથી વિલાયત અને આસપાસના ગામોને મોટી રાહત થશે, આ ઉપરાંત ભુખી ખાડીના પાણીની સંગ્રહ શક્તિ વધશે અને આજુબાજુના વિસ્તારમાં ભુર્ગભ જળના લેવલમાં વધારો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.